ભારતીય રેલવે: 280 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન-ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, BEML ના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેકટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્રેનની કિંમત 28 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. […]