ખારાઘોડાના રણમાં વિદેશી પક્ષીઓનો અનોખો નજારો, સુરખાબ પક્ષીઓના ઠેર ઠેર માળાંઓ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હાલ ધીમા પગલે ઠંડીનું જોર વધી રહ્યું છે. જિલ્લામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં ભરાયેલા છીછરા પાણી છબછબીયા કરવા માટે વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. તાજેતરમાં નર્મદાની કેનાલનું પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતુ. ત્યારે રણમાં પથરાયેલા આ નીરમાં વિદેશી […]