1. Home
  2. Tag "aap"

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પંજાબમાં ‘આપ’ના રાજ્યસભાના સભ્યના ઘરે દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સોમવારે  પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈટીની ટીમે જલંધર અને લુધિયાણામાં પણ દરોડા પાડ્યા છે. આ પહેલા શનિવારે EDએ પર્લ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિકાસ પાસીના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત […]

દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે અતિશી, ‘આપ’ના ધારાસભ્યદળની બેઠકમાં પસંદગી

અરવિંદ કેજરિવાલે અતિશીના નામનો પ્રસ્તાવ મુખ્યો હતો અતિશી હાલ આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરા પૈકી એક નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરિવાલના જામીન બાદ રવિવારે 48 કલાકની અંદર સીએમ પદ ઉપર અરવિંદ કેજરિવાલે રાજીનામું આપવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તેમજ દિલ્હીના નવા સીએમ કોણ બનશે તેને વિવિધ અટકળો વહેતી થઈ હતી. જો […]

હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસમાં બળવો કરનારા નેતાઓને ‘આપ’એ બનાવ્યાં ઉમેદવાર

AAP એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી BJPના બળવાખોર કૃષ્ણ બજાજ અને કોંગ્રેસના પૂર્વ નેતા જવાહરલાલને ટાકીટ અપાઈ નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટાભાગના નેતાઓ કોંગ્રેસ અને […]

હરિયાણા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, ‘આપ’ એ ઉમેદવારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે, દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં ઈન્ડિ ગઠબંધન વચ્ચે ભંગાણ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન ન થતા આપ દ્વારા એકલા હાથ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, એટલું જ નહીં કોંગ્રેસ બાદ હવે પોતાના ઉમેદવારોની યાદી પણ આમ આદમી પાર્ટીએ જાહેર […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ […]

કેજરીવાલની જયૂડિશિયલ કસ્ટડી લંબાવાઇ, હવે 8 ઓગસ્ટે થશે સુનાવણી

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જયૂડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. હવે આ મામલે સુનાવણી 8 ઓગસ્ટે થશે. સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા […]

ભગવંત માન પણ નહીં લે નીતિ આયોગની બેઠકમાં ભાગ, અગાઉ આટલા મુખ્યમંત્રીઓ કરી ચૂક્યા છે ઇન્કાર

વિપક્ષે સમાન્ય બજેટમાં એનડીએનું શાસન ન હોય તેવા રાજ્યો સાથે ભેદભાવયુક્ત વલણ અપનાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે.. એનડીએનું શાસન હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ એક પછી એક નીતિ આયોગની બેઠકમાં જવા માટે ઇન્કાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનું […]

જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છેઃ આતિશી

ઇડી દ્વારા જામીન મળવા છતા સીબીઆઇ દ્વારા પણ તેમના પર કેસ દાખલ કરાયો હોવાથી એ કેસમાં જામીન ન મળે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત છે ત્યારે, તેમના સ્વાસ્થ્યને લઇને અનેક બાબતો સામે આવી રહી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. […]

જેલમાં કેજરીવાલનું વજન સાડા આઠ કિલો ઘટી ગયું છે,પરંતુ તેનું કારણ જાણી શકાયું નથીઃ સંજય સિંહ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ CBI દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં હજુ જામીન ન મળ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. સંજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code