1. Home
  2. Tag "aap"

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે […]

દિલ્હીની કેજરિવાલ સરકારે વિધાનસભામાં 76 હજાર કરોડનું બજેટ રજુ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાર સરકારના નાણા મંત્રી આતિશીએ આજે વિધાનસભામાં 10મું બજેટ રજુ કર્યું હતું. દિલ્હી સરકારનું આગામી નાણાકીય વર્ષનું બજેટ રૂ. 76 હજાર કરોડનું હોવાનું જાણવા મળે છે. નાણામંત્રી આતિશીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં કેજરિવાલ સરકારે મહિલાઓ માટે કામ કર્યું છે. તેમની જરુરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. બસ સેવા, હોસ્પિટલ […]

ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષી કેસમાં કેજરીવાલે SCમાં ભૂલ સ્વીકારી

નવી દિલ્હી : ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમણે કથિત અપમાનજનક વીડિયોને રિટ્વિટ કરવાની ભૂલ કરી છે. તેણે બાદમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં આ કેસની સુનાવણી પર 11 માર્ચ સુધી રોક લગાવી દીધી છે. કેસને […]

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, AAPએ મોદી સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થાય તેવી શકયતાઓ ઓછી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે અને આગામી સુનાવણી 16 માર્ચે છે, તેમ છતાં EDએ સમન્સ મોકલ્યું હતું. દરરોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. દરમિયાન આમ આદમી પાર્ટીએ કેન્દ્રની […]

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને ફોર્મ્યુલા લગભગ નિશ્ચિત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને ભારે ખેંચતાણ ચાલી રહ્યું છે. દરમિયાન દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને ચાલી રહેલી ખેંચતાણનો અંત આવી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી […]

દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના સાત ધારાસભ્યોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના બજેટ સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાત ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. આ ધારાસભ્યોને બજેટ સત્રની શરૂઆતમાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધનમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહન સિંહ અને ન્યાયમૂર્તિ મનમીત પીએસ અરોરાની […]

AAP પાસે 62 ધારાસભ્યો, પણ વિશ્વાસમત વખતે શા માટે રહ્યા માત્ર 54 હાજર?

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારે આજે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. કેજરીવાલે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજે સ્પીકર દ્વારા ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું, તેમા આમ આદમી પાર્ટીએ આસાનીથી બાજી મારી હતી. મહત્વપૂર્ણ છે કે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ […]

લોકસભા ચૂંટણી બાદ દિલ્હી વિધાનસભા ભંગ કરી દેવાશે, અરે કોઈના બાપની જાગીર છે: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે આ હાઉસમાં અમારી બહુમતી છે. મારી પાસે બે ધારાસભ્યો અને કહ્યુ કે ભાજપવાળાએ તેમને સંપર્ક કર્યો છે. અમે તેના પુરાવા કેવી રીતે આપીએ. ક્યાંક સગા-સંબંધીને ત્યાં, તો ક્યારેક પાર્કમાં આવી જાય છે. આમ આદમી પાર્ટી […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code