આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કર્યો. 15 એકર જમીનમાં આ અત્યાધુનિક સંસ્થાને વિકસાવવા માટે અંદાજે રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે, જે ઉત્તર-પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હશે. […]