આયુષ્માન ભારત યોજના: દેશમાં અત્યાર સુધી લગભગ 22 કરોડ લાભાર્થીઓની ચકાસણી કરાઈ
નવી દિલ્હીઃ 31 જાન્યુઆરી, 2023ના રોજ સંસદમાં ‘આર્થિક સમીક્ષા 2022-23’ રજૂ કરતાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PM-JAY) હેઠળ 4 જાન્યુઆરી, 2023 સુધીમાં 21.90 કરોડ લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવી છે. તેમાં રાજ્યોની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સિસ્ટમ હેઠળ ચકાસાયેલા 3 કરોડ લાભાર્થીઓનો સમાવેશ થાય […]