1. Home
  2. Tag "accused"

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]

ગાંદરબલ આતંકવાદી હુમલાની ઘટનામાં ત્રાસવાદીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. […]

હાથરસ નાસભાગ કેસઃ કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ, 11 લોકોને બનાવ્યા આરોપી

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસે 2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર હરિ ‘ભોલે બાબા’ સભા દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં તે લોકો પણ સામેલ છે જેમણે આ […]

શ્રીલંકન નેવીએ ગેરકાયદે માછીમારીના આરોપમાં 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી

બેંગ્લોરઃ શ્રીલંકાના નૌકાદળે તેના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદે માછીમારી કરવા બદલ 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને તેમની બોટ જપ્ત કરી છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, આ 17 માછીમારો સહિત આ વર્ષે દ્વીપ રાષ્ટ્રમાં આવી ઘટનાઓમાં ઝડપાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા વધીને 413 થઈ ગઈ છે. શ્રીલંકાના […]

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપીના ડીએનએ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ-મર્ડર કેસને લઈને હોબાળો મચી ગયો છે. ગયા મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સીબીઆઈની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ઘટનાના મુખ્ય આરોપીને […]

આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટના સરકારને અણીયારા સવાલ

બુલડોઝર કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલે હવે વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે યોજાશે નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ઉદયપુરમાં છરાબાજીના સગીર આરોપીના પિતાના ઘર પર બુલડોઝર ચલાવવાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, નગરપાલિકાના […]

કોલકાતા કેસઃ સીબીઆઈને આરોપી સામે મજબુત પુરાવા મળ્યાં

હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં આરોપી થયો હતો કેદ સીબીઆઈની તપાસમાં આરોપીએ કરી ગુનાની કબુલાત કોલકાતાઃ આરજી કાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસનો મુખ્ય આરોપી સંજય રોય ઈયરફોન સાથે ક્રાઇમ સીન પર જોવા મળ્યો હતો. આ અંગેના સીસીટીવી ફુજેટ સીબીઆઈને મળી આવ્યાં હતા. સંજય રોયના આ ફૂટેજ સેમિનાર રૂમની નજીકના છે. આરોપીના ગળામાં […]

અજમેર બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

પોસ્કો અદાલતે આરોપીઓને સજાની સાથે દંડ ફટકાર્યો વર્ષ 1992માં 100થી વધારે વિદ્યાર્થિનીઓનું શોષણ કરાયું હતું અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે આ કેસમાં છ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 1992માં કોલેજની વિદ્યાર્થિનીઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો, જેના પર […]

અમેરિકામાં ટિકટોકની મુશ્કેલીઓ વધી, ગેરકાયદેસર રીતે બાળકોના ડેટા એકત્ર કરવાનો આરોપ

નવી દિલ્હીઃ અમેરિકી સરકારે ચીનની માલિકીની સોશિયલ મીડિયા કંપની ટિકટોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ટિકટોક કંપનીએ ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરીને બાળકોની સુરક્ષાને જોખમમાં મુકી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે આ અંગેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, તેમણે ટિકટોક સામે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ (સીઓપીપીએ)નું ઉલ્લંઘન કરવા અને […]

ગીર સોમનાથના કોડીનારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને તે પ્રકારની સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code