ગુજરાતના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારના ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, શહેરી વિસ્તારોમાં ધારાસભ્યો રોડ-રસ્તાના કામો કરાવી શકશે, મહાનગરપાલિકા વિસ્તારોના43 ધારાસભ્યોને કુલ 86 કરોડ ફાળવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના […]