1. Home
  2. Tag "Administration"

ઝારખંડના ધનબાદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત

ધનબાદ: ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ઘટના બની છે. ધનબાદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પીએમ […]

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 15ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે, જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને સાઈટમાં ખાડામાં ખાબકી હતી. જેમાં 15 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સપોર્ટ કમિશનર રાજીન્દર સિંહ તારાએ જણાવ્યું કે 15 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ છે. આ અકસ્માત ચોકી ચોરાના […]

છત્તીસગઢના બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં બરલાની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાનું જાણવા મળે છે. બીજી તરફ હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટી ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બેમેટારા […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જઃ મુખ્ય સચિવ 

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક […]

દિલ્હી-NCR ની 100થી વધારે સ્કૂલોને બોમ્બની મળી ધમકી, તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાજેતરમાં જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક […]

કેન્યામાં ભારે વરસાદ વચ્ચે જૂના કિજાબે ડેમમાં ભંગાણ, 40થી વધારેના મોતની આશંકા

નવી દિલ્હીઃ કેન્યામાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું છે, તેમજ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેન્યામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં ડેમ તૂટવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાનું ચર્ચાય રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા […]

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

જ્ઞાનવાપીમાં મસ્જિદ સંકુલમાં વહીવટીતંત્રની દરમિયાનગીરીથી ASIએ ભોંપરુ ખોલાવી તપાસ કરી

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી હતી. દરમિયાન આજે વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું હતું. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી હતી. ટીમ વજુખાના સિવાય દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code