ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કૉલેરાના કેસ વધતા તંત્ર દોડતું
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કૉલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયુ છે. જેમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીઓની ટીમને રોગચાળાને નિયંત્રણમાં લેવા તાકીદ કરી છે. ગાંધીનગરના દહેગામ, ચિલોડાના શિહોલી મોટી, કલોલના રામદેવપુરાવાસ અને પેથાપુરમાં નવા વણકરવાસમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ વિસ્તારોમાં કૉલેરાના કેસ મળતાં તાત્કાલિક કૉલેરાગ્રસ્ત જાહેર કરાયાં […]