1. Home
  2. Tag "Admission"

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં પ્રવેશ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગાંધીનગરઃ  માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ શૈક્ષણિક ક્ષેત્રે આગવી હરોળની ગણાતી ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માં  શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ માટે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.  પ્રવેશ નોંધણીના પહેલા જ દિવસે NFSU ખાતે રેકોર્ડ બ્રેકિંગ 10,000થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે NFSUના ઇતિહાસમાં વધુ એક સીમાચિહ્નરૂપ રેકોર્ડ બન્યો છે. NFSU-ગાંધીનગરના સૂત્રોએ […]

ઉચ્ચ અભ્યાસ બાદ શોર્ટકટમાં નાણા કમાવવા ગુનાખોરીમાં પ્રવેશનારા 3 આરોપીઓ ઝબ્બે

લખનૌઃ કાનપુરમાં નકલી ચલણી નોટો છાપવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને એક ગેંગને ઝડપી લીધી હતી. ગેંગમાં પીએચડી અને બીટેકનો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે બોગસ ચલણી નોટ પ્રકરણમાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા. કાનપુર ક્રાઈમબ્રાન્ચ અને ગોવિંદનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કરીને ગેંગના […]

ગુજરાતમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ પેરા મેડિકલની 16000થી વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયરિંગની જ નહીં પણ પેરા મેડિકલ સહિતના કોર્ષમાં પણ બેઠકો ખાલી રહે છે. વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ સરળતાથી નોકરી કે રોજગારી મળે એવા કોર્ષ પસંદ કરતા હોય છે. દરેક ફેકલ્ટીમાં બેઠકો વધતા માગ ઘટવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં ફિઝિયોથેરાપી, નર્સિંગ સહિતની પેરા મેડિકલની બેઠકો પરની પ્રથમ રાઉન્ડની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશ માટે 8મી ઓક્ટોબરે પરીક્ષા, 124 જગ્યા માટે 1100 અરજી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તારીખ 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે. પીએચડીમાં  જુદા જુદા વિષયોમાં કુલ 124 જગ્યાઓ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા જે […]

ડિગ્રી આર્કિટેક્ચરની 1450 બેઠક પર પ્રવેશ માટે 23મી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા ફરજિયાત હોવાથી જે વિદ્યાર્થીઓે નાટા આપી હોય તે વિદ્યાર્થીઓને 23મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. હાલમાં આર્કિટેક્ચરમાં કુલ 1450 બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે માત્ર 900 બેઠકો ભરાઇ હતી.  ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે આર્કિટેકચરમાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં M.Com માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ, 16 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. યુનિ સંલગ્ન પ્રથમ વર્ષ બીએ, બીકોમ, બીએસસી. બીબીએ, બીસીએ, સહિત જુદી જુદી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી બાદ હવે અનુસ્નાતકના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ માટે રજિસ્ટેશન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં એમ.કોમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેનું […]

GTUના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન, 15મી જુલાઈ સુધી કરાવી શકાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ કોર્સમાં એડમિશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી રહેતી હોય છે. જીટીયુ દ્વારા પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી ઘરે બેઠાં મળી રહે અને પ્રવેશ પ્રકિયા સરળતાથી થઈ શકે તે અર્થે, તાજેતરમાં જીટીયુ એડમિશન પોર્ટ્લ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે […]

શાળા પ્રવેશોત્સવઃ પ્રથમ દિવસે ધો-1માં 2 લાખથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તા. 23 થી 25 જૂન દરમિયાન 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-1માં પ્રવેશ મેળવ્યો હતો રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 19182 મહાનુભાવોએ 8132 ગામોની 10600 […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આર્ટસ-કોમર્સ,સહિતની વિદ્યાશાખાઓમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે કાર્યક્રમ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ આખરે આર્ટ્સ-કોમર્સ, બીબીએ.બીસીએ, સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધો. 12નું પરિણામ જાહેર થયાને દિવસો વિત્યા બાદ ગુજરાત યુનિએ પ્રવેશની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ ઘણા દિવસથી પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા. બીજા બાજુ ખાનગી યુનિવર્સિટીઓએ પ્રવેશનો પ્રારંભ  કરી દીધો હતો. ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવવા ગુજરાત યુનિ. પ્રવેશની જાહેરાત કરતી ન […]

સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા PGમાં 5-6ને બદલે તમામ સેમેસ્ટરના માર્ક્સને આધારે અપાતા પ્રવેશ સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી સ્નાતકના છેલ્લા વર્ષ યા ને યુજીના 5 અને 6 સેમેસ્ટરના ગુણના આધારે પીજી (અનુસ્નાતક)માં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે યુજીના વિદ્યાર્થીઓના 1થી6 સેમેસ્ટરના ગુણની ગણતરી કરીને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા કરી દેતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે અખિલ ગુજરાત વિદ્યાર્થી સંગઠને પણ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code