1. Home
  2. Tag "Admission"

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ કોલેજોમાં પ્રવેશના બે રાઉન્ડ બાદ બેઠકો વધારવાનો નિર્ણય લેવાશે

અમદાવાદઃ  ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે ત્રીજા રાઉન્ડ બાદ સીટો વધારવી કે કોલેજને મંજુરી આપવી તે નક્કી કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના […]

ધો.10 પછીના ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યોર્થીઓની ટકાવારીમાં ગત વર્ષ કરતા વધારો થશે

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે કોરોનાને કારણે ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતા ધો.11 અને ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધસારો જોવા મળ્યો છે. જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સની બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી ગયા વર્ષ કરતાં વધીને 65 ટકાથી વધુ પહોંચે તેવી શક્યતા છે. ગયા વર્ષે 57.37 ટકા વિદ્યાર્થીઓએ […]

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ તો જાહેર થયું પણ કોલેજોમાં પ્રવેશ અંગે અનિશ્વિતતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ માટે આતુર બન્યા છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થાય તેની સાથે કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે કોઇ […]

ગુજરાતઃ ધો-12 પછી ઈજનેરી કોર્સમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. જેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન ધોરણ – 12 સાયન્સ પછી ઈજેનરી કોર્સમાં પ્રવેશ માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી 16 ઓગષ્ટ સુધી ચાલશે પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન […]

ઈજનેરીમાં પ્રવેશ માટે ધો. 12ના મુખ્ય વિષયો અને ગુજસેટના 50 ટકાના આધારે મેરીટ તૈયાર કરાશે

અમદાવાદઃ ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધા બાદ વિજ્ઞાન પ્રવાહની કોલેજો તેમજ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે ધોરણ 12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સની આશરે 64 હજારથી વધુ બેઠકો પર પ્રથમ વર્ષમાં પ્રવેશ નિયમોમાં ફેરફાર, […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ વર્ષે 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત  ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હવે વિદેશોમાં પણ જાણીતી બની ગઈ છે. છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્ય તેમજ દેશ- વિદેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ કાર્યરત છે. વર્ષ-2013થી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે જીટીયુ સમગ્ર રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં જીટીયુમાં વિવિધ 44 દેશોના […]

અમદાવાદમાં ધો. 11 સાયન્સમાં ઊંચું જશે મેરિટ, પ્રતિષ્ઠિત સ્કૂલોમાં 94 ટકાએ અટકી શકે પ્રવેશ

અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે 11મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી સર્જાઈ શકે છે. ધોરણ 11 સાયન્સમાં આ વખતે મેરિટ 10 ટકા જેટલું ઊંચુ જશે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. જ્યારે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જોવા […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ 23મી જુનથી ઓનલાઈન ભરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A અને B  તથા AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી […]

ધો.10ની માર્કશિટના ઠેકાણા નથી ત્યાં 17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. તેથી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ […]

ધો.10ની માર્કશીટ મળી નથી, અને ડિપ્લોમા ઈજનેરીના પ્રવેશની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની રાખવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ડિપ્લોમા પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code