પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, સાથે પાકની ગુણવત્તા પણ સુધરશે : રાજ્યપાલ
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખેતી બેંકની 71મી વાર્ષિક સામાન્ય સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન ઓછું નહીં થાય, બલ્કે ઉત્પાદન વધશે. એટલું જ નહીં વધુ સારી ગુણવત્તાવાળું સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન થશે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો વધ્યા છે. તેથી […]