1. Home
  2. Tag "ahmedabad airport"

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વધુ ચાર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરાયાં

અમદાવાદઃ  શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર છેલ્લા વર્ષથી ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. જેમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ખૂબ વધારો થયો છે. પ્રવાસીઓને ઈમિગ્રેશન કાઉન્ટર ખૂબ ઓછા હોવાથી કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. આથી  એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ચાર ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેના લીધે  હવે […]

ભારત-પાક, મેચને લીધે આજે અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકનો ધસારો રહેશે, પ્રવાસીઓ માટે એડવાઈઝરી

અમદાવાદ: શહેરમાં આજે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. આ મેચને જોવા માટે માત્ર અમદાવાદ કે ગુજરાતમાંથી જ નહીં પણ દેશના અન્ય પ્રાંતમાંથી પણ ક્રિકેટરસિયાઓ આવશે. જ્યારે વીવીઆઈપીઓનો જમાવડો પણ જામશે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લનના પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આજે શનિવારે […]

અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીની બેગમાંથી પાંચ લાખના દાગીના-રોકડની ચોરી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક એર ટ્રાફિકથી ધમધમતુ રહેતુ હોય છે. વિદેશથી રોજબરોજ હજારો પ્રવાસીઓ એરપોર્ટ પરથી આવાગમન કરતા હોય છે. ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો પણ બની રહ્યા છે. વિદેશી પ્રવાસીની બેગમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રે વિયેટજેટની ફ્લાઈટમાં મલેશિયાથી અમદાવાદ આવેલા એક પરિવારની બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના […]

અમદાવાદ એરપોર્ટ પરથી મોન્સૂનની મજા માણવાની મોસમ!

અમદાવાદ, 11મી ઑગસ્ટ 2023: શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો અમાદાવાદ એરપોર્ટ પર આપનું હાર્દિક સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી આપ મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી શકો છો. આ વેકેશનમાં આપ અદભૂત આહલાદક સ્થળોની સફર કરીને રજાઓને રસપ્રદ બનાવવાનો લાભ લઈ શકો છો. અમદાવાદ એરપોર્ટ પરથી […]

અમદાવાદના એરપોર્ટ પર બ્રાઝિલના નાગરિક પાસેથી 32 કરોડની કિંમતનું બ્લેક કોકેઈન પકડાયુ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ બુધવારે 3.22 કિલો એક ડિઝાઇનર ડ્રગ બ્લેક કોકેઈનને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રથમવાર જ બ્લેક કોકોઈન પકડાયું છે. બ્લેક કોકોઈનના જથ્થા સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બ્રાઝિલ નાગરિક ટૂરિસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યો હતો.અને તેણે ટ્રાવેલ બેગમાં […]

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન

અમદાવાદઃ શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ  એરપોર્ટ ટ્રાફિકમાં જબરો વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર  આવતા અને એરપોર્ટ પરથી જનારા પ્રવાસીઓ સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષમાં માત્ર એક જ મહિનાની અંદર એક મિલિયનથી વધુ મુસાફરોએ આવાગમન કર્યું હતુ. સતત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એરપોર્ટની […]

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીથી 7 સિનિયિર સિટિઝન મુસાફર ફ્લાઈટ ચુક્યાં

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ ઉપરથી એક જ દિવસમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુસાફરી કર્યાનો રેકોર્ડ તાજેતરમાં નોંધાયો હતો. દરમિયાન હવે એરપોર્ટ તંત્રની બેદરકારી સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટીના કારણે એક-બે નહીં પરંતુ સાત જેટલા સિનિયર સિટીઝન અમેરિકાની ફલાઈટ ચુક્યાં હોવાનો આક્ષેપ કરાયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવા માટે સાત મુસાફરો એરપોર્ટ […]

અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઈટમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા મુસાફરોને બે કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રવિવારે રાતના સમયે મુંબઈ જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી. તેમજ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા 156 પ્રવાસીઓને બે કલાક બેસી રહેવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે […]

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક ટ્રાફિકમાં વધારો, જમ્મુ, જેસલમેર સહિત નવી આઠ ફ્લાઈટ શરૂ થઈ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લાભભાઈ પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન તો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. દરમિયાન ડોમેસ્ટીક પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે નવી આઠ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. વિન્ટર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની નવી 8 ફ્લાઈટ શરૂ […]

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 1.39 કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવેલાં એક નાઈજિરિયન શખસને કસ્ટમ વિભાગે ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. કસ્ટમ વિભાગે આ નાઈજિરિયન શખસ પાસેથી કેપ્સુલ જપ્ત કરી હતી. આ કેપ્સુલમાં ડ્રગ્સ સંતાડીને નાઈજિરિયન શખસ લઈ જઈ રહ્યો હતો. આ નાઈજિરિયન શખસે જે જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code