1. Home
  2. Tag "air india"

ભારતઃ એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈનની સમયમર્યાદા વધારી

નવી દિલ્હીઃ ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, શનિવારે તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈન સમય વધારવાની જાહેરાત કરી હતી. એરલાઈન્સે કહ્યું છે કે, હવે ચેક-ઈન કાઉન્ટર તેના નિર્ધારિત પ્રસ્થાન સમયના 75 મિનિટ પહેલા બંધ થઈ જશે. આ નિયમ રાજધાની નવી દિલ્હીથી તમામ આંતરરાષ્ટ્રીય પ્રસ્થાનો પર લાગુ થશે. આ નિયમ 10 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે. નવી દિલ્હીથી […]

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયેલની ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી

નવી દિલ્હીઃ ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. ઈરાને હાનિયાના મોતનો બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. આવી સ્થિતિને જોતા ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ ભારત અને ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ વચ્ચે ચાલતી ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. […]

મુંબઇમાં એરપોર્ટ લોડરની 600 જગ્યા માટે હજ્જારો ઉમેદવારો ઉમટતા, સ્થળ પર ધક્કા મુકી અને નાસભાગ

દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી ગંભીર છે તેની સાક્ષી પૂરતી ઘટના મુંબઇમાં બની.. અહીં એર ઇન્ડિયા દ્વારા એરપોર્ટ લોડરની 600 જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રખાયો હતો..જેમાં 25 હજારથી વધુ લોકો ઉમટ્યા હતા. જેને લીધે મુંબઈ એરપોર્ટ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 600 પોસ્ટ માટે 25,000 થી વધુ અરજદારો આવ્યા અને એર ઈન્ડિયાના કર્મચારીઓને વિશાળ […]

એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ ફરજ પર પરત ફર્યાં, બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે

નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ (કેબિન ક્રૂ) હવે કામ પર પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. કેબિન ક્રૂની હડતાળને કારણે ફ્લાઈટ્સમાં ઘણી વિક્ષેપ પડ્યો હતો પરંતુ હવે હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે. હડતાલને કારણે એરલાઈને ત્રણ દિવસમાં 170 ફ્લાઈટ રદ કરી હતી. હડતાળ પર ઉતરેલા ક્રૂ મેમ્બર્સ કામ પર […]

એર ઈન્ડિયાએ દિલ્હી-દુબઈ રૂટ પર નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 1લી મેથી વ્યસ્ત દિલ્હી-દુબઈ રૂટ પર તેના તદ્દન નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું, જે ફ્લેગશિપ પ્લેનના આંતરરાષ્ટ્રીય પદાર્પણને ચિહ્નિત કરે છે. આ સાથે, એર ઈન્ડિયા ભારત અને દુબઈ વચ્ચે A350 ઓપરેટ કરનારી એકમાત્ર કેરિયર બની ગઈ છે. એર ઈન્ડિયાની બોલ્ડ નવી લિવરીમાં રંગાયેલા એરક્રાફ્ટનું બંને એરપોર્ટ પર પ્રી-ડિપાર્ચર સેલિબ્રેશન […]

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારાઃ એર ઈન્ડિયાએ ઈરાનના એરસ્પેસમાંથી પસાર થવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ ઓકટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ધુસીને ખુની ખેલ ખેલ્યો હતો. જે બાદ ઈઝરાયલે હમાસ સામે યુદ્ધનો પ્રારંભ કર્યો હતો. હજુ પણ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસને આડકતરી રીતે ઈરાન સમર્થન આપી રહ્યું છે. બીજી તરફ મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. જેથી અમેરિકાના […]

એર ઈન્ડિયાની જાહેરાત,15 ડિસેમ્બરથી દિલ્હીથી ફૂકેતની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ થશે

દિલ્હી:જો તમે થાઈલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં, ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે તે 15 ડિસેમ્બરથી દિલ્હીથી થાઈલેન્ડના લોકપ્રિય ટાપુ ફૂકેત સુધી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ઉડાવશે. એરલાઇનના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ સેવા પ્રવાસન અને વ્યવસાય માટે બે શહેરો વચ્ચે અનુકૂળ હવાઈ જોડાણની […]

નિયમોનું પાલન ન કરવા બાબતે એર ઈન્ડિયા પર DGCA એ કરી કાર્યવાહી, રૂપિયા 10 લાખનો ફટકાર્યો દંડ

દિલ્હી –  એર લાઇન્સ કંપનીઓ સામે સતત કાર્યવાહીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને આ મામલે એર ઈન્ડિયા કંપની મોખરે હોય છે ત્યારે ફરી એક વખત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર કાર્યવાહીઓ કરી છે.  ભારતની પ્રતિષ્ઠિત એરલાઇન કંપની એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ […]

દિલ્હી એરપોર્ટ પર હ્રદય રોગના હુમલાથી એર ઈન્ડિયાના પાયલોટનું મોત

દિલ્હી – દેશની રાજઘાની  દિલ્હી માં એર ઈન્ડિયા ના પાયલોટ ના મોતના સમાચાર સમે આવી રહ્યા છે જાણકારી મુજબ દીલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઈલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.  મૃતક પેલોટની ઓળખ હિમાનિલ કુમાર તરીકે થઈ હતી. 30 વર્ષીય હિમાનિલ કુમાર એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગમાં તાલીમ સત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code