ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ સંમેલનો યોજાશે
ગાંધીનગરઃ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શિક્ષકોને સંબોધન કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે બેઠક કરીને જનસુખાકારી માટે અત્યંત અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર-વિમર્શ […]