ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવા કોંગ્રેસની માગ
અમદાવાદઃ ગુજરાત પેપરો ફૂટવા, બ્રિજ તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે કૂખ્યાત બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ જે મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. ત્યારે ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાવીને તેના ફિટનેસ સર્ટી, ઓનલાઈન મુકવાની કોંગ્રેસ માગણી કરે છે. તેમ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું […]