1. Home
  2. Tag "Allahabad high court"

જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજી ભોંયરામાં પુજા ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં પુજા થશે કે નહીં તે મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણીના અંતે પુજાની મંજુરી આપી છે. ન્યાયમૂર્તિ રોહિત રંજન અગ્રાવાલના આદેશને પગલે હિન્દુપક્ષમાં ખુશી ફેલાઈ છે. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણીના અંતે હાઈકોર્ટે વારાણસી કોર્ટના 31મી જાન્યુઆરીના […]

જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી જમીન માલિકી વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિ દ્વારા માલિકી હકના વિવાદના કેસોને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘આ કેસ દેશના બે મોટા સમુદાયોને અસર કરે છે. અમે ટ્રાયલ કોર્ટને 6 […]

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરનો સર્વે થશે, અલ્હાબાદ હાઈકોર્ટે કર્યો નિર્દેશ

લખનૌઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે વિવાદિત જગ્યાનો સર્વે  કરાવવાની માંગને સ્વીકારી લીધી છે અને જ્ઞાનવાપીની જેમ જ મથુરાના વિવાદિત પરિસરનો પણ સર્વે કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી શકે છે. એડવોકેટ કમિશનર કોણ હશે અને સર્વે ક્યારે […]

નિઠારી કાંડમાં આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત

લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે નોઈડાના ચકચારી નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીને દોષમુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટમાં સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો. દરમિયાન આજે હાઈકોર્ટે આજે આરોપી સુરેન્દ્ર કોલીને દોષમુક્ત કરવાનો આદેશ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સુરેન્દ્ર કોલીને 12 કેસ અને મનિંદર સિંહ પંઢેરને બે કેસમાં મળેલી ફાંસીની સજામાં રાહત મળી છે. કોર્ટે આ કેસમાં […]

જ્ઞાનવાપી સંકુલમાં સર્વે મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

લખનૌઃ જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી પૂર્ણ થતા ચુકાદો તા. 3 ઓગસ્ટ સુધી અનામત રાખવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ASIના સર્વે પરનો પ્રતિબંધ યથાવત રખાયો છે. હવે વચગાળાનો આદેશ 3 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિએ ASI સર્વે સામે હાઈકોર્ટમાં અપીલ કરી […]

અમારા અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે, જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં હિન્દુ પક્ષની રજૂઆત

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે લોકલ કોર્ટના અદાલત સામે મુસ્લિમ પક્ષની અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં હિન્દુ પક્ષે રજૂઆત કરી હતી કે, અમારા અધિકારોનું સતત હનન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન હાઈકોર્ટે સર્વેની કામગીરીને લઈને કેટલાક સવાલો પણ કર્યાં હતા. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં એએસઆઈ સર્વેને લઈને સ્થાનિક અદાલતે આદેશ કર્યો […]

ઉત્તરપ્રદેશઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદ હટાવાશે

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે મસ્જિદને હટાવવાનો વિરોધ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત સમયની અંદર મસ્જિદને હટાવવામાં નહીં આવે તો હાઇકોર્ટ સહિત સંબંધિત સત્તાવાળાઓને બાંધકામને હટાવવા અથવા તોડી પાડવાનો […]

કુખ્યાત મુખ્તાર અંસારી ગેંગને દેશની સૌથી ખૂંખાર ગેંગ ગણાવતી અલ્હાબાદ હાઈકોર્ટ

લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્તાર અંસારી ગેંગને દેશની સૌથી ખૂંખાર ગેંગ ગણાવી હતી. હત્યાના કેસમાં મુખ્તાર ગેંગના સાગરિતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે હત્યાના આરોપી રામુ મલ્લાહને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની બેંચ જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું કે, […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

લખનૌઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધાર્મિસ સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે લાઉડસ્પીકર મુદ્દે મહત્વ પૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથી. હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપતાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code