1. Home
  2. Tag "ambaji"

યાત્રાધામ અંબાજીમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતાં વાહનોથી સર્જાતી ટ્રાફિકની જામની સમસ્યા

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. એટલે અંબાજીમાં શક્તિપીઠના દ્વારથી એસટી બસ ડેપો સુધી મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે. આ વિસ્તારમાં રોડ પર નો પાર્કિંગ ઝોનના બોર્ડ લગાવવામાં આવ્યા છે. છતાંયે વાહનચાલકો બિન્દાસ્તથી નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરી રહ્યા છે. જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા જોવા […]

યાત્રાધામ અંબાજીમાં 12મી સપ્ટેમ્બરે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે કલેક્ટરે યોજી બેઠક

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો મેળો યોજાઈ છે. આ મેળામાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળા માટે વહિવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા બે મહિના પહેલા જ તૌયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનનાં અધ્યક્ષસ્થાને મંગળવારે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈને […]

અંબાજીમાં વરસાદ પડતા રોડ પર ઢીંચણસમા પાણી ભરાયાં, વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

અંબાજીઃ બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતો જાય છે. યાત્રાધામ અંબાજીમાં ફરી વરસાદની વાજતે-ગાજતે પઘરામણી થઈ હતી. સતત બીજા દિવસે અંબાજીમાં ધૂઆંધાર વરસાદની શરૂઆત થઈ છે. બુધવારે દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે. અનરાધાર વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ બેટમાં ફેરવાયો હતો. […]

અંબાજી: માઈભક્તો ઘરે બેઠા-બેઠા મેળવી શકશે માતાજીની ધ્વજા

અમદાવાદઃ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શ્રદ્ધાળુઓની ધજા વિનામૂલ્યે તેમના ઘર પર ફરકાવવા માટે મોકલવામાં આવશે. જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કુરિયર કે પોસ્ટલ ચાર્જિસ પણ લેવાશે નહીં. જેના માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ નંબર 9726086882 જાહેર કરાવમાં આવ્યો છે. આ નંબર પર ટેમ્પલ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરીને ભક્તે પોતાનું સરનામુ […]

યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પુનમના લીધે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં, મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી. ચાચરચોક નજીક આવેલા યજ્ઞશાળામાં પણ ભાવિકોએ હવનના દર્શન કર્યા હતા. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા યોગ્યરીતે જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી. ચૈત્રી […]

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, મંદિરના શિખરે ધજાઓ ચડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે યાત્રાધામ અંબાજીમાં […]

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિની આઠમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ચાચર ચોકમાં હવન કરાયો

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનું પર્વ ગણાય છે. ત્યારે શક્તિપીઠ ગણાતા અંબાજીમાં દર્શન માટે  ચૈત્રી નવરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભાવિકો  જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. ચૈત્રી નવરાત્રિની આઠમ દિવસે હોમહવનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે  મંદિરના ચાચર ચોકમાં હવનનું પણ આયોજન કરાયું હતું. […]

અંબાજી ખાતે “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો શુભારંભ

અમદાવાદઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 મી ફેબ્રુઆરી સુધી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ “શ્રી 51 […]

અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા […]

અંબાજીમાં અંબિકા અન્નક્ષેત્રમાં ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ અપાશે

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારીમંત્રી અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે નિઃશુલ્ક અંબિકા અન્નક્ષેત્રનો બલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો. અંબિકા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં મંત્રીએ જણાવ્યું કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code