1. Home
  2. Tag "ambaji"

અંબાજીના કોટેશ્વર મહાદેવજીના મંદિર મીની કુંભ, સાધુ-સંતોએ સરસ્વતી કુંડમાં કર્યું શાહીસ્નાન

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મહાદેવજીના મંદિર નજીક મીની કુંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો એકઠા થયા હતા. છેલ્લા 5 દિવસથી ચાલતા કાર્યક્ર્મની સોમવારે સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાનથી પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો  સાધુ – સંતોના દર્શન, સેવા અને આશીર્વાદ લેવા આવ્યાં હતાં. અંબાજી ખાતે કોટેશ્વર મંદિરના પટાગણમાં મીની કુંભનું આયોજન […]

અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજાયું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 52માં અધિવેશનનો શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિતમાં પ્રારંભ કરાયો હતો. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો આચાર્યોનો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓને સિધ્ધ કરી રહ્યો છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા […]

યાત્રાધામ અંબાજીનો રૂપિયા 2000 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે, ‘ જય મા કોરીડોર’ બનાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્તરીતે આયોજન કર્યું છે. જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજી માતાજીના મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસના વિસ્તારના વિકાસના વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. જેનો ડેવલપપ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગની અડધો ડઝન સ્કીમ તૈયાર કરવામાં આવી […]

ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો બે મહિના પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી આપશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત […]

દિવાળીના પર્વને લઈને અંબાજી મંદિરની આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

અંબાજીઃ હવે દિવાળીનો પ્રવ આવી ચૂક્યો છે આજે દેવઉઠી અગિયાસ અને આવતીકાલે વાગબારસનો પર્વ છે ત્યારે ગુજરાતનું શક્તિપીઠ અઁબાજીની આરતીના સમયમાં દિવાળઈના પર્વને લઈને થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને દેવસ્થાન અંબાજી મંદીરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, બેસતાવર્ષથી લાભ પાંચમ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં માતાજીની પૂજા-અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ અંબાજી ગયા હતા. જ્યાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને માતાજીની પૂજા-અર્ચના કરી હતી. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે હવાઈ માર્ટે અમદાવાદ એરપોર્ટ […]

અંબાજીના ચાચર ચોકમાં ગરબા અંગે લેવાયેલા નિર્ણયમાં મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો ફેરફાર

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિના પર્વ ગણાતા નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. મંદિરના ચાચર ચોકમાં માતાજીના ગરબે ઘૂમવાનું અનેરૂ મહાત્મ્ય છે. ત્યારે અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા યોજાશે. જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો ભારે […]

અંબાજીના ચાચરચોકમાં આજથી નવરાત્રી ઉત્સવ, પુરૂષો અને મહિલાઓના અલગ ગરબા થશે

અંબાજીઃ નવલી નવરાત્રીનો આજથી રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ખાસ ઊજવણી કરવામાં આવતા હોય છે. જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અંબાજી માતાજીના આંગણે ભારે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. આજથી એટલે કે પ્રથમ નવરાત્રીથી યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ […]

અંબાજીમાં પ્રસાદ બનાવવામાં નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં શુદ્ધ ઘીના સ્થાને નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે હાલના કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. અને જુના કેટરર્સના સ્થાને પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા સરકારે વિચારણા શરૂ કરી દીધી છે. જૂના કેટરર્સનું ટેન્ડર પૂર્ણ થયા બાદ ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા તેને રિન્યુ કરાયું નહોતુ. 30મી સપ્ટેમ્બરે […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો પૂર્ણ, 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડની આવક

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code