1. Home
  2. Tag "amc"

અમદાવાદ મ્યુનિ.નો ટેક્સ ન ભરનારા 22 મિલક્તોની હરાજી કરાશે

વારંવાર નોટિસ આપવા છતાંયે મિલકતધારકો ગણકારતા નથી, ટેક્સ પેટે મ્યુનિ.ને 26 કરોડ લેવાના નીકળે છે , મિલકતધારકોને 15 દિવસની આખરી મુદ્દત અપાઈ અમદાવાદ: શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો નિયમિત વેરો ભરતા નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સધારકોને વારંવાર નોટિસ મોકલવા છતાંયે ટેક્સ ભરતા નથી. આથી મ્યુનિ.એ મોટી રકમનો ટેક્સ બાકી હોય એવી પશ્વિમ વિસ્તારની 22 મિલક્તોની હરાજી […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને દ્વારા ઈમ્પેક્ટ ફીની 17319 અરજીઓ મંજુર

ઈમ્પેક્ટ ફીથી રૂપિયા 182 કરોડની આવક, ઇમ્પેક્ટ ફીની સૌથી વધુ અરજી દક્ષિણ ઝોનની, સૌથી ઓછી મધ્ય ઝોનમાં, અમદાવાદઃ શહેરમાં અનિયમિત યાને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ ઈમ્પેક્ટ ફીની જે અરજીઓ આવે તેની ચકાસણી કરીને માપદંડના પરિપેક્ષ્યમાં યોગ્ય હોય તો જરૂરી ફી લઈને અરજીઓને મંજુર કરવામાં આવતી […]

AMCના ફુડ વિભાગ દ્વારા 448 એકમોમાં ચેકિંગ, 228 કિલો ખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

નવરાત્રીમાં નાસ્તાના સ્ટોલમાં અખાદ્ય વસ્તુઓ સામે મ્યુનિની ઝૂંબેશ હવે દિવાળી સુધી સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે વાસી ખાદ્ય વસ્તુઓ વેચનારા સામે સખત પગલાં લેવાશે અમદાવાદ:  શહેરમાં હાલ નવરાત્રીના પર્વને લીધે દરેક સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમતા હોય છે. અને ખાણી-પીણીના બજારો પણ મોડી રાત સુધી ધમધમતી હોય છે. ખેલૈયાઓ મોડી […]

AMCની રોડ મરામતના કામો માટે 38 કરોડનો વધારો આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત

AMCના ઈજનેર વિભાગે 105 કરોડનો અંદાજ મુક્યો હતો, મ્યુનિના સત્તાધિશોએ 25 ટકા વધારા સાથે 138 કરોડની દરખાસ્ત તૈયાર કરી, વિપક્ષ કોંગ્રેસે દરખાસ્તનો કર્યો વિરોધ અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ખાડાંઓ પડતા અને રોડ તૂટી જતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ મરામતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝડપથી રોડ મરામતની કામગીરીના નામે એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 13 જેટલા પ્લોટ્સ વેચીને 1156 કરોડ મેળવશે

AMC દ્વારા આવતા મહિને ઓનલાઈન પ્લોટ્સની હરાજી કરાશે, મોટેરા, શીલજ અને SG હાઈવે પરના પ્લોટ્સ વેચાશે, સિન્ધુભવન રોડ પરના પ્લોટની કિંમત 333 કરોડ અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મ્યુનિની માલિકીના 13 જેટલાં કિંમતી પ્લોટ્સની હરાજી કરીને વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ 13 પ્લોટ્સના વેચાણ થકી મ્યુનિ. કોર્પોરેશન રૂપિયા 1156 કરોડની આવક […]

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી

મનપાના વિપક્ષના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ તાત્કાલિક સમસ્યાના નિકાલની કરી માંગણી અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઈટ ના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી, તેમ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નગરજનો ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક […]

અમદાવાદઃ રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ

શહેરના વિવિધ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં લોકોના ઘર અને વ્યવસાયના સ્થળોમાં ઘુસ્યાં વરસાદી પાણી અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલ ભારે વરસાદમાં શહેરના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો, તેમજ ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશીયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બનેલ છે. તથા નિચાણવાળા […]

અમદાવાદના મકરબામાં સ્વિમિંગ પુલ અને જીમ કોન્ટ્રાકટરને બદલે AMC પોતે જ ચલાવશે

અગાઉ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ PPP ધોરણે ચલાવવા દરખ્સાત કરી હતી. તાજેતરમાં અમિત શાહના હસ્તે જીમ અને સ્વિમિંગ પુલનું લોકાર્પણ કરાયું હતું, AMCએ ફી પણ નક્કી કરી દીધી અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે જીમ અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે. અને તાજેતરમાં જ દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]

અમદાવાદના મકરબામાં જીમની મહિને રૂપિયા 500 અને સ્વિમિંગ પુલની 300 રૂપિયા ફી લેવાશે

મ્યુનિએ જીમ અને સ્વિમિંગ પુલ પીપીપી ધોરણે ચલાવવા આપી દીધું, તાજેતરમાં અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સ્વિમિંગ પુલમાં તરતા શીખવાની ફી રૂપિયા 800 લેવાશે અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના મકરબા વિસ્તારમાં રૂ. 10 કરોડના ખર્ચે એર કન્ડિશન જિમનેશિયમ અને સ્વિમિંગ પૂલનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વાતાનુકૂલિત જીમ અને […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશને પોતાની માલિકીના 13 કિંમતી પ્લોટ્સ વેચવા કાઢ્યા

સિંન્ધુભવન રોડ પરના બે પ્લોટ્સની કિંમત 330 કરોડ મુકાઈ, મોટેરા અને શીલજના પ્લોટ્સ પણ વેચાશે, 27મી સપ્ટેમ્બર બીડ સીલ કરવાની છેલ્લી તારીખ અમદાવાદઃ શહેરમાં વિકાસના કામોના ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા પ્લોટ્સ વેચીને કરોડો રૂપિયા એકત્ર કરાશે. વેચવા કાઢેલા 13 પ્લોટ્સમાં સિન્ધુભવન રોડ પરના બે કિંમતી પ્લોટ્સનો પણ સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code