1. Home
  2. Tag "amc"

AMCના ગોમતીપુરમાં યોજાયેલા લોક દરબારના કાર્યક્રમમાં વિકાસની કામો ન કરાતા હોવાની ફરિયાદ

અમદાવાદઃ શહેરના તમામ વોર્ડમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુર વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે આક્ષેપ કર્યો છે કે, […]

AMC દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કોન્ટ્રાક્ટરોને પધરાવી દેવાતા કોંગ્રેસેનો વિરોધ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. શહેરના યુવાનો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયા છે. હવે તેને પીપીપીના ધારણે માનીતા કોન્ટ્રાકરોને પધરાવી દેવામાં આવી રહ્યા છે. તેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કે, મ્યુનિ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા શહેરમાં […]

અમદાવાદમાં મ્યુનિ.એ કરોડોના ખર્ચે વિવિધ વિસ્તારોમાં 18 વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવ્યા

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા રહેતી હોય છે, તે કેટલાક વિસ્તારમાં પુરા ફોર્સથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. તેમજ મ્યુનિ.માં નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં પણ પાણીના સમસ્યા હતી.આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે 18 જેટલા ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવ્યા છે. જેના કારણે નાગરિકોને પૂરતા પ્રમાણમાં તેમજ પ્રેશરથી પાણી મળી રહેશે. શીલજ, […]

અમદાવાદમાં વરસાદને લીધે રોડ પર પડેલા 15000 જેટલાં ખાડા પુરાયા, AMC દ્વારા ઝૂંબેશ

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાઈ રહેતા રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસથી એકંદરે વરસાદ બંધ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલાં ખાડાઓને પુરવા અને રીસરફેસની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં નાના મોટા 14568 જેટલા ખાડાઓ […]

અમદાવાદમાં પ્લાસ્ટિકના મુદ્દે AMCના સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી સામે કમિશનરે આપ્યો ઠપકો

અમદાવાદઃ  શહેરમાં ઓછા માઈક્રેનવાળા પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. શહેરમાં ગેરકાયદે પ્લાસ્ટિકના વપરાશ સામે એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. પણ આ વિભાગની કામગીરી સામે ખૂદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનએ  સવાલ ઉઠાવ્યા છે. મ્યુનિના અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા […]

અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે

શિક્ષણ વિભાગના સ્કૂલ બેગના વજન અંગે પરિપત્ર જાહેર કર્યો શહેરની 2 હજાર સ્કૂલના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રાહત નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલ સંચાલકો સામે કરવામાં આવશે કાર્યવાહી  અમદાવાદઃ શહેરીની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન વધારે હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને અસર થઈ શકે છે. જો કે, હવે શહેરના વિદ્યાર્થીઓને સ્કૂલબેગના ભારે વજનથી છુટકારો […]

AMCના ફુડ વિભાગની ઝૂંબેશ, 700 કિલો અખાદ્ય ચીજ-વસ્તુનો નાશ કરાયો, 362 વેપારીને નોટિસ

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તદઉપરાંત ફુડ વિભાગ દ્વારા અખાદ્ય ચીજ-વસ્તુઓના વેચાણ સામે પણ ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં ચેકિંગ ઝૂંબેશ આદરવામાં આવી છે. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી દરમિયાન 797 દુકાનો હોટલો અને […]

અમદાવાદના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે AMC દ્વારા 5મી ઓગસ્ટથી લોક દરબાર યોજાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે  લોકો ધણી ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો રોડ રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઈટ સફાઈ વગેરેના પ્રશ્નો પ્રત્યે તંત્રનું ધણીવાર ઉદાસિન વલણ જોવા મળતું હોય છે. અને રજુઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી. આથી હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી તા.5મી ઓગસ્ટથી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. […]

ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત C- ફોર્મ AMCએ રદ કરતા 150 હોસ્પિટલોને ફાયદો થશે

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલોને નર્સિંગ હોમ રજિસ્ટ્રેશનના કાયદા મુજબ સી ફોર્મ અંતર્ગત પરવાનગી લેવી પડતી હતી. તેના લીધે નાની હોસ્પિટલોને ખૂબ મુશ્કેલી પડતી હતી આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હતી. હવે મ્યનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ નર્સિંગ હોમ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન માટે જે સી ફોર્મની જરૂરિયાત હતી તેને રદ કરી દીધી છે. શહેરની 150થી વધુ […]

AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલોમાં હવે QR કોડ અપાશે, મિલકત ધારકો બિલ સરળતાથી ભરી શકશે

અમદાવાદઃ શહેરમાં લાખો પ્રોપર્ટીધારકોને એએમસીનો ઘરવેરો ભરવામાં સુગમતા રહે તે માટે હવે પ્રોપર્ટી ટેક્સના બિલોમાં ક્યુઆર કોડ અપાશે. એટલે લોકો ઘેરબેઠા પ્રોપર્ટીટેક્સ ભરી શકશે. હાલ એએમસી દ્વારા વર્ષ 2023-24ના પ્રોપર્ટી ટેક્સના બિલો ક્યુઆર કોડ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે આવતા મહિને બિલ વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવશે. અને સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ પ્રોપર્ટીધારકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code