1. Home
  2. Tag "amc"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 45000 ફેરિયાને 50 હજારની વગર વ્યાજે લોન આપશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના સંપૂર્ણ આર્થિક સહયોગથી આશરે 45000 ફેરિયાને રૂપિયા 50 હજારની વગર વ્યાજે લોન આપવામાં આવશે. શહેરમાં રોડના ફુટપાથ પર અનેક ફેરિયાઓ તેમજ લારી-ગલ્લાઓવાળા મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે. મ્યુનિ. દ્વારા આ  લોનરૂપી સહાયથી તેમને લાભ થશે. અને પોતાના વ્યવસાયને વધારી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં […]

AMCનો કર્મચારી પાણીનું ગેરકાયદે જોડાણ આપવા માટે રૂ. 20 હજારની લાંચ લેતા પકડાયો

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓની ભ્રષ્ટાચારની ફરીયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. સામાન્ય કામમાં પણ નાગરિકોને એએમસીના કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોય છે. જેમાં કેટલાક કર્મચારીઓ રૂપિયા લઈને ગેરકાયદે પાણીના જોડાણો આપી દેતા હોય છે. એએમસીના પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.25,000ની માગણી કરી […]

નવા રસ્તા બનાવા છતા વારંવાર તુટવા ગંભીર બાબત, હાઈકોર્ટની AMCને ટકોર

અમદાવાદઃ શહેરના માર્ગો અને રખડતા ઢોર મામલે થયેલી સુનાવણીમાં રાજ્યની વડી અદાલતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આડેહાથ લીધી હતી. બિસ્માર માર્ગ મામલે એએમસીની ઝાટકણીની કાઢતા નોંધ્યું હતું કે, ખરાબ રસ્તાની સમસ્યાનો નિકાલ જરુરી છે. હાઈકોર્ટે મનપાને આ અંગે ચોક્કસ રિપોર્ટ સાથેનું સોગંદનામુ રજુ કરવા નિર્દેશ કર્યો હતો. નવા રસ્તા બનાવવા છતા વારંવાર તુટવા ગંભીર બાબત છે. […]

અમદાવાદમાં મ્યુનિ.દ્વારા યોજાયો પ્રોપર્ટી ટેક્સના નામ સુધારણાનો લોકદરબાર, અરજદારોની લાઈનો લાગી

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપાતા પ્રોપર્ટી ટેક્સના બિલોમાં અનેક ક્ષતિઓ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને નામના સ્પેલિંગમાં ભૂલ જોવા મળતી હોય છે. એટલે ટેક્સની ફરિયાદોના નિવારણ માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનેક અરજદારોએ […]

અમદાવાદમાં મ્યુનિ.ની ઢોર નિયંત્રણ પોલિસીમાં લાઇસન્સ અને દંડની રકમ અંગે સપ્તાહમાં નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ સર્જાતા હોય છે. ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર અને મેયુનિ,કોર્પોરેશનને ટકોર કરીને પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર માટે દંડ અને લાયસન્સ માટે પોલિસી બનાવવામાં આવી છે. રખડતાં ઢોર નિયંત્રણ પોલિસીને સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વિચારણા માટે બાકી રાખવામાં આવી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની 15 ટકા એડવાન્સ રિબેટ યોજના,ઓનલાઈન ટેક્સ ભરનારાને વધુ લાભ

અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાનો દર વર્ષે અમલ કરવામાં આવે છે. અને દર વર્ષે આ યોજનાને સારોએવો પ્રતિસાદ મળે છે. આ વખતે સૌપ્રથમ વખત 15 ટકા સુધી એડવાન્સ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં ટેક્સ  નિયમિતપણે, સમયસર ભરતા નાગરિકોને વધુ પ્રોત્સહન અપાશે.તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્ષ ભરનાર કરદાતાઓને વધુ રાહત આપવાના […]

અમદાવાદમાં રખડતા ઢોર પર નિયંત્રણ માટે AMCએ બનાવી પોલીસી, પરમિટ અને લાયસન્સ ફરજિયાત

અમદાવાદ:  ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે. જેમાં અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશને રખડતા ઢોર સામે ઝૂંબેશ ચલાવ્યા બાદ હજુ પણ રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને  રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે. જેના કારણે હવે રખડતા ઢોર પર […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાર્કિંગના સ્થળ નક્કી કરવાનું કામ ખાનગી કંપનીને સોંપાયું

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે વર્ષમાં વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો સર્જાય રહ્યા છે. સાથે જ પાર્કિંગનો પ્રશ્ન પણ માથાના દુઃખાવારૂપ બન્યો છે. મ્યુનિ. કોર્પોરેશને વર્ષ  2021માં બનાવેલી પાર્કિંગ પોલિસી હેઠળ નક્કી કરેલાં 200 ઓનસ્ટ્રીટ પાર્કિંગના કોન્ટ્રાક્ટ લેવા કોઈપણ કોન્ટ્રાક્ટર તૈયાર થતા નથી. લોકો પૈસા ચૂકવતા ન હોવાથી સર્જાયેલી […]

અમદાવાદ: AMCના ફુડ વિભાગનો સપાટો, 255 Kg અખાદ્ય જથ્થો, 385 લીટર જ્યુસ-પાણીનો નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ભેળસેળિયા તત્વો સામે મનપાના ફુડ વિભાગે અભિયાન શરૂ કરું છે. દરમિયાન શહેરના ઉત્તર ઝોનમાં આવેલા નરોડા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. મનપાની ટીમોએ 255 કિલો જેટલા અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત કસુરવાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભય ફેલાયો છે. […]

અમદાવાદમાં મ્યુનિ.ના એસ્ટેટ અધિકારીઓ પણ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને લોક મારશે

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વિસ્તાર પણ વધ્યો છે. સાથે વાહનોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. વાહનોની સંખ્યા વધવાને કારણે શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન વિકટ બન્યો છે. જાહેર રસ્તાઓ પર લોકો પોતાના વાહનોને ગમે ત્યાં પાર્ક કરવા લાગ્યા છે. તેના લીધે ટ્રાફિકના પ્રશ્નો પણ ઊભા થયા છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code