1. Home
  2. Tag "amc"

AMCના સત્તાધિશોએ સોલાર અને વિન્ડ પાવર માધ્યમથી કરોડો રૂપિયાની વીજબિલમાં બચત કરી

અમદાવાદઃ  ગુજરાતમાં 15 કરતા વધુ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સહિતના વીજ બીલ ભરવામાં ન આવતા વિવિધ વીજ કંપનીઓ દ્વારા ઘણીબધી નગરપાલિકાઓના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો વિકટ સામનો કરી રહી છે. વીજળીબિલ ભરવાના પણ રૂપિયા નથી. અને ટેક્સ ઉઘરાવવામાં પણ નગરપાલિકાઓ ઉદાસિન રહી છે જ્યારે અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધિસોની […]

અમદાવાદઃ 20 દિવસમાં કહેવાતા તબીબોના 12 દવાખાના સીલ કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરતા કહેવાતા ડોકટરો સામે સરકારે અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ મનપા દ્વારા કહેવાતા તબીબો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન શહેરમાં છેલ્લા 20 દિવસમાં 12 જેટલા દવાખાના સીલ કરવામાં આવ્યાં છે. તેમજ કહેવાતા તબીબો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા અને પોલીસની કાર્યવાહીને પગલે […]

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં AMCના ઉચ્ચ અધિકારીઓ દરરોજ સવારે બે કલાક રાઉન્ડ લેશે

અમદાવાદઃ શહેરમાં બિસ્માર માર્ગ અને પાણી-ગટરની સમસ્યાઓને લઈને મનપાના કમિશનર એમ. થેન્નારેશે ઈજનેર ખાતાના અધિકારીઓને દરરોજ સવારે બે કલાક પોતાના વોર્ડ/ઝોનમાં રાઉન્ડ લેવા માટે નિર્દેશ કર્યો છે. મનપાના ઇજનેર ખાતાના તમામ અધિકારીઓને સવારે 7થી 9 વાગ્યા સુધી રાઉન્ડ લેવા માટે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. તેમજ કોઈ પણ પ્રકારની ફરિયાદની મનપામાં ફરિયાદ લઈને કામગીરી કરવા […]

અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા AMCને હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરને કારણે અવાર-નવાર માર્ગ અકસ્માતના બનાવો બને છે. બીજી તરફ રખડતા ઢોરના ત્રાસથી કંટાળેલા લોકોએ તંત્ર સામે અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં અમદાવાદમાં એએમસીને રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર રખડતા ઢોરના મામલે હાઈકોર્ટમાં થયેલી […]

હેરિટેજ સિટી અમદાવાદમાં ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા કોંગ્રેસની માંગણી

અમદાવાદઃ મહાનગરપાલિકાએ તાજેતરમાં વર્ષ 2023-24નું રૂ. 9482 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જો કે, કોંગ્રેસે બજેટમાં કેટલાક સુધારા વ્યક્ત કર્યાં હતા. તેમજ બજેટનું કદ વધારીને રૂ. 9735 કરોડ કરવા માંગણી કરી હતી. વિપક્ષ કોંગ્રેસે શહેરમાં પ્રાથમિક સુવિધાઓ લોકોને મળે તેના પર ભાર મુક્યો છે. ટ્રાફિકને લઈ શહેરના ગીચ વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક દૂર કરવાનું પણ ઠરાવવામાં […]

અમદાવાદ મ્યુનિ.ની માલિકીના પાર્ટી પ્લોટ્સ, અને હોલના ભાડાની એક વર્ષની 30 કરોડની આવક

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટીપ્લોટ અને હોલ દરેક વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. અને  નાગરિકો નાના-મોટા પ્રસંગોમાં પાર્ટી પ્લોટ્સ કે હોલ ભાડે મેળવતા હોય છે.  શહેરમાં આવેલા 60થી વધુ પાર્ટીપ્લોટ અને હોલનો છેલ્લા એક વર્ષમાં શહેરીજનોએ ખૂબ જ ઉપયોગ લોકોએ કર્યો છે. જેનાથી મ્યુનિ. કોર્પોરેશનને 30 કરોડ જેટલી આવક થઈ છે. જોકે, મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા  મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આસ્ટોડિયા થઈ અને મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ સુધી રેલી કાઢવામાં આવી હતી.  મ્યુનિ, કર્માચારીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં […]

અમદાવાદ મ્યુનિ.કમિશનરે વર્ષ 2023-24નું રજુ કર્યું ડ્રાફ્ટ બજેટ, ટેક્સમાં વધારો સુચવાયો

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને આજે વર્ષ 2023-24નું રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 10 વર્ષ બાદ કરવેરામાં નવા સુધારા સૂચવવામાં આવ્યા છે. શહેરીજનો પર પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિંગ નવો દર ઉમેરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રૂ.8111 કરોડના […]

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લેવાયો મહત્વનો નિર્ણય, રસ્તા ઉપરની શાકની લારીઓ દૂર કરાશે

નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પડાશે મનપાની સ્ટેડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચા અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યાનો નિરાકરણ માટે રાજ્ય સરકાર, એએમસી અને પોલીસ દ્વારા સઘન કામગીરી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નાણાભીડ દુર કરવા સોનાની લગડી જેવા પ્લોટ્સ વેચી 500 કરોડ મેળવશે

અમદાવાદઃ શહેરમાં અવિચારી કરાતા વિકાસના કામોને લીધે મ્યુનિ.કોર્પોરેશન પર આર્થિક ભારણ વધી રહ્યું છે. મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી અને પ્રોફેશલ ટેક્સની કરોડો રૂપિયાની આવક હોવા છતાં ખર્ચને પહોંચી વળાતું નથી. હવે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ સોનાની લગડી સમાન કિંમતી પ્લોટ્સ વેચીને 500 કરોડ મેળવવાનું આયોજન કર્યું છે. શહેરના પ્રાઈમ લોકેશન પર આવેલા 7 પ્લોટને વેચીને 500 કરોડ રૂપિયા ઉભા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code