1. Home
  2. Tag "amc"

અમદાવાદમાં ભાજપ શાસિત AMCની એકપણ કમિટીમાં SC-ST કોર્પોરેટરોને પદ ન મળતા અસંતોષ

અમદાવાદઃ શહેરમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓમાં ચેરમેનો અને ડેપ્યુટી ચેરમેનો સહિત વિવિધ પદાધિકારીઓમાં ભાજપના જ એસસી-એસટી કોર્પોરેટરોને સ્થાન ન અપાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિના પદાધિકારીઓમાં એક સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. એવું અનુસૂચિત જાતિ અને જનજાતિના કોર્પોરેટરો કહી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  તાજેતરમાં એએમસીમાં  ભાજપ દ્વારા વિવિધ કમિટીઓના નવા […]

AMC દ્વારા નોટિસ આપવા છતાંયે ટેક્સ ન ભરનારા નાગરિકોની 2074 મિલક્તો સીલ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાથે પ્રોપર્ટી ટેક્સના બાકીદારો પાસેથી વસુલાત માટે સમયાંતરે રિબેટ આપીને પણ ટેક્સની વસુલાત કરવામાં આવે છે. ધણા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી, આવા પ્રોપર્ટીધારકોને અવારનવાર નોટિસો આપ્યા છતાં ટેક્સ ભરતા ન હોવાથી મ્યુનિ. દ્વારા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારે 2047 જેટલી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં 30 ટકાનો વધારો, માત્ર 6 મહિનામાં આવક 1300 કરોડે પહોંચી

અમદાવાદઃ મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં વસતિ સાથે વિસ્તારમાં વધારો થયો છે. નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બનતા જ જાય છે. નવા વિસ્તારો પણ શહેરમાં મર્જ કરાયા છે. તેના લીધે પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.  ચાલુ વર્ષ દરમિયાન એપ્રિલ 2023થી 18 નવેમ્બર 2023 સુધીમાં એટલે કે 6 મહિનામાં ટેક્સની કુલ આવક રૂપિયા 1300 કરોડે પહોંચી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં કોંગ્રેસને સ્થાન આપવા માગણી

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 24 નવેમ્બરે વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂકો કરાશે.  વિવિધ કમિટીઓમાં તમામ કોર્પોરેટરોને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને છે. ભાજપના તમામ કોર્પોરેટરોને વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ, વિપક્ષ કોંગ્રેસના એક પણ કોર્પોરેટરને કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આથી  વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવા વર્ષના સ્નેહ મિલનમાં ઘણા કોર્પોરેટરો હાજર ન રહ્યા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ઘણા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ મ્યુનિ.ના કમિશનર પણ હાજર રહ્યા નહતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ મ્યુનિની મુખ્ય કચેરી […]

અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓના ચેરમેનો, અને સભ્યોની 24મી નવેમ્બરે વરણી કરાશે

અમદાવાદઃ  શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢી વર્ષની સત્તા પૂર્ણ થયા બાદ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની એક મહિના પહેલા કરાયેલી નિમણૂક બાદ. હવે એએમસીની  વિવિધ કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક આગામી 24 નવેમ્બરના રોજ કરવામાં આવશે. હાલ ઘણા કોર્પોરેટરોએ મહત્વની કમિટીઓના ચેરમેનપદ મેળવવા માટે લોબીંગ શરૂ કર્યું છે. એએમસીના સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદઃ અટલબ્રિજની 3 દિવસમાં 52 હજારથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી

મનપાને 3 દિવસમાં 20 લાખથી વધારે આવક દિવળીના દિવસે જ 27 હજાર પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પર્વ અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. તેમજ હાલ લોકો દિવાળીની રજાઓનો આનંદ માણી રહ્યાં છે. લાભપાંચમ બાદ મોટાબાગના ધંધા-રોજગાર ધમધમતા થશે. દરમિયાન અમદાવાદ શહેરમાં હરવા-ફરવાના શોખીન શહેરીજનોએ કાંકરિયા અને રિવરફ્રન્ડ સહિતના પ્રવાસન સ્થળોની […]

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિની બંધ સ્કૂલમાં લાગી આગ, અસામાજિક સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરના કાંકરિયા વિસ્તારમાં રાયપુરના કાંટોડીયા વાસ પાસે આવેલી મ્યુનિ.ની બંધ પડેલી ગુજરાતી શાળા નંબર 3-4ના મકાનમાં ગતરાતે આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્કૂલના ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સ્કૂલ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ […]

અમદાવાદઃ મનપાના ડમ્પરે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

અમદાવાદઃ શહેરના છેવાડે જશોનગર ચોકડી પાસે પૂરઝડપે પસાર થઈ રહેલા મનપાના ડમ્પરે અકસ્માતની હારમાળા સર્જી હતી. ડમ્પરે રિક્ષા, બે કાર અને 3 ટુ-વ્હીલર મળીને કુલ છ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં એકનું મોત થયાનું જાણવા મલે છે. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર […]

અમદાવાદ મ્યુનિ.ના સોલિડવેસ્ટ વિભાગે 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરીને ત્રણ એકમો સીલ કર્યા

અમદાવાદ: શહેરમાં પ્લાસ્ટિકના વપરાશ અંગે મ્યુનિએ નિયમો બનાવ્યા છે. પાતળા પ્લાસ્ટિકના કાગળો કે પર્યાવરણને નુકશાન કરે તેવી પ્લાસ્ટીકના ચિજ-વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સાઉથ ઝોનમાં ઇસનપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code