1. Home
  2. Tag "amdavad"

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બે સફળ સર્જરીથી બે બાળકને નવજીવન આપ્યું

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકો ના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી  ૧લી એપ્રિલ ૨૦૨૪ ના રોજ રમત માં  આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા  તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ […]

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી […]

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં કોર્પોરેશનને 7251 વૃક્ષો કાપવાની મંજુરી આપી

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં વૃક્ષા રોપણના દાવાઓ વચ્ચે મનપાએ પાંચ વર્ષમાં વિકાસના નામે 7251 જેટલા વૃક્ષોને કાપવની મંજુરી આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યું છે. એટલું જ નહીં બાગ-બગીચાની પણ યોગ્ય જાળવણી કરવામાં નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અમદાવાદ મનપાના વિપક્ષી દળ કોંગ્રેસે જણાવ્યું હતું કે, એકતરફ મનપા “Beat the heat” નામનું કેમ્પેઇન ચલાવે છે […]

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં કોપી કરતા 16 પરીક્ષાર્થીઓ CCTV કેમેરા મારફતે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. હવે ગેરરીતીના બનાવવો શોધવા માટે વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 16 જેટલા કોપી કેસ સામે આવ્યાં છે. જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર જેટલા કેદીઓ કોપી કરતા ઝડપાયાં […]

SVPI એરપોર્ટ પર રોબોર્ટથી ઈન્ટેલીજન્ટ સફાઈ કામકાજનો પ્રારંભ

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે.  અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો […]

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મનપાના કર્મચારીની લાશ મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે […]

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

અમદાવાદઃ આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલા મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો છે. ભારતીય […]

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો, બાંગ્લાદેશના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને બ્લેડર એક્સસ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું […]

સંદેશખાલીમાં SC/ST સમાજની હિન્દુ મહિલાઓ સાથે થયેલા અત્યાચાર-શારિરીક શોષણ મામલે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

અમદાવાદઃ ‘સામાજિક સમરસતા મચં ’ દ્વારા આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માગં કરતું આવેદન “સામાજિક સમરસતા મંચ, ગુજરાત” દ્વારા અમદાવાદના કલેકટરને આપવા આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code