1. Home
  2. Tag "amdavad"

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. […]

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો સરકારનો દાવો

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે 30% થી વધુ સુધારો […]

અમદાવાદમાં થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદઃ શહેરના થલતેજ ખાતે  નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  નવનિર્મિત થનાર મંદિરનું ભૂમિપૂજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૌ ભક્તોએ ‘જય શ્રી રામ‘ નો જયઘોષ કર્યો હતો.  આ […]

મીડિયોત્સવ-2024માં સ્પર્ધા મનોરંજન અને માહિતીનો સંગમ થયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મિડીયોત્સવ-૨૦૨૪નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા શિક્ષણ સાથે સંકળાયેલા અને અન્ય અભ્યાસક્રમોમાં ભણતા 30 જેટલી કોલેજના 130થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ તાજેતરમાં રિલીઝ થયેલી ભાતીગળ ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના નિર્માતા-નિર્દેશક વિજયગીરી બાવાની વિશેષ […]

દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ: પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ […]

ગાંધીનગરઃ નવી 70 એસ.ટી.બસ માર્ગો ઉપર દોડતી થઈ, સચિવાલય આવતા લોકોને મળશે રાહત

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી 70 એસ.ટી. બસોનું લોકાર્પણ […]

અમદાવાદમાં પાંજરાપોળ અને પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. 86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે. પંચવટી […]

અમદાવાદ અને સુરતમાં 300-300 બેડની હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન ગાંદીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવશે. આ માટે બજેટમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદના બાવળા અને સુરતના કામરેજમાં આધુનિક હોસ્પિટલ […]

અમદાવાદના છેવાડે બોપલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ શહેરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતો ત્યારે શહેરીજનોને ફડાકટા ફોડ્યા હતા. શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પણ ભગવાન શ્રી રામજી, માતા સીતાજી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને પ્રભુ રામજીની ભક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code