1. Home
  2. Tag "AMERICA"

‘પુષ્પા 2’ નો વિદેશમાં પણ ભારે ક્રેઝ, રિલીઝ પહેલા જ અમેરિકામાં આ રેકોર્ડ બનાવ્યો

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મની રીલિઝ પહેલા તેના ગીતો અને ટીઝરે ચાહકોને વધુ ઉત્સાહિત કરી દીધા છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે અને તેથી, તેની રિલીઝ પહેલા, તે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. […]

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ગુપ્ત રીતે ન્યુક્લિયર એટેક બોમ્બર તૈનાત કર્યા

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં સતત તણાવ વધી રહ્યો છે. આ વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં છ B-52 બોમ્બર પ્લેન તૈનાત કર્યા છે. નોંધનીય છે કે B-52 બોમ્બર એરક્રાફ્ટ માત્ર પરંપરાગત બોમ્બ ધડાકા માટે સક્ષમ નથી, આ સિવાય તે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલના હુમલા બાદ […]

અમે અમેરિકાના ભલા માટે કામ કરીશું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણાયક લીડ મેળવી લીધી છે. જીત બાદ તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકન લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ જીત અતુલ્ય અને ઐતિહાસિક છે. અમે અમેરિકાના ભલા માટે કામ કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું કે, આ ક્ષણ દેશને ફરીથી મજબૂત બનાવવામાં મદદ […]

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસનો પરાજય

ન્યૂયોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પ્રતિસ્પર્ધીઓનું સંપૂર્ણ ધ્યાન 7 સ્વિંગ સ્ટેટ્સ પર હતું, જે તમામમાં ટ્રમ્પ આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાંથી બે જીત્યા છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે […]

ઈઝરાયલ અને અમેરિકાને ‘મુંહતોડ જવાબ’ આપવામાં આવશે: ઈરાનના ચીફ ખામેની

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઈરાન અને “ધ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ” સામેની કાર્યવાહી માટે ઈઝરાયલ અને અમેરિકાને “જડબાતોડ જવાબ” મળશે.  તેહરાનમાં વિદ્યાર્થીઓને સંબોધતા ખામેનીએ ચેતવણી આપી હતી કે ઈરાન અને પશ્ચિમ એશિયાઈ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ પર હુમલા માટે ઈઝરાયલ અને તેના મુખ્ય સમર્થક યુનાઈટેડ સ્ટેટ્સને સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દુશ્મનોને […]

ચીન સામે મજબૂત થઈ રહ્યું છે તાઈવાન, અમેરિકા પાસેથી ખરીદશે 1000 એટેક ડ્રોન

નવી દિલ્હીઃ ચીનની ધમકીઓથી પરેશાન તાઈવાને પોતાને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તાઈવાન અમેરિકા પાસેથી 1000 એટેક ડ્રોન ખરીદશે. તાઇવાન આ ડ્રોન અમેરિકન કંપનીઓ એરોવાયરોમેન્ટ અને એન્ડુરિલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદશે. સપ્ટેમ્બરના અંતમાં તાઈવાને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, કિંમત, ડિલિવરી શેડ્યૂલ અને કોન્ટ્રાક્ટ હજુ ઔપચારિક થવાનો બાકી છે. યુએસ સરકારે […]

અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, ટ્રમ્પએ ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં અમે તેમને હરાવીશું. તેમણે કહ્યું કે અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં અમેરિકા પ્રત્યે સન્માનના અભાવ વિશે બોલતા ટ્રમ્પે કહ્યું, ‘તેઓએ અહેવાલ જારી કર્યો છે કે જો અમે ચીન સાથે યુદ્ધમાં […]

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા હવે ઉત્તરપ્રદેશમાંથી શસ્ત્રો ખરીદશે

લખનૌઃ ભારતે રશિયા અને અમેરિકા પાસેથી હથિયારો ખરીદવાના અહેવાલ અવાર-નવાર સામે આવે છે,  પરંતુ હવે અમેરિકા મિત્ર દેશ ભારતના ઉત્તરપ્રદેશમાંથી શસ્ત્રો ખરીદશે, આમ યુપી અમેરિકાને હથિયાર સપ્લાય કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. 100 વર્ષ પછી ફરીથી અહીં વેબલી-455નું નિર્માણ થશે. આ માટે ભારતમાં વેબલીનું ઉત્પાદન કરવા માટે એક કંપની સાથે કરાર કરવામાં આવ્યો […]

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ટ્રમ્પની કેલિફોર્નિયા રેલી નજીકથી બંદૂકધારીની ધરપકડ

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વધારે તેજ બની રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના હરિફ કમલા હેરિસ મતદારો સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન કેલિફોર્નિયાના કોચેલ્લામાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક બંદૂક, કારતુસ અને અનેક નકલી પાસપોર્ટ સાથે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર. શંકાસ્પદ, વેમ મિલર, 49, કાળી […]

ઈઝરાયલ ઉપર હુમલો કરનાર ઈરાન ઉપર અમેરિકાએ નવા પ્રતિબંધ લગાવ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના મિત્ર ઈઝરાયેલ પર હુમલાને લઈને આકરુ વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાના પગલે વોશિંગ્ટને ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર પર નવા પ્રતિબંધો લાદ્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ કાર્યવાહીથી ઈરાન પર નાણાકીય દબાણ વધશે. તે મહત્વપૂર્ણ ઉર્જા આવક પેદા કરવાની, પ્રદેશમાં સ્થિરતાને નબળી પાડવાની અને યુએસ ભાગીદારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code