1. Home
  2. Tag "AMERICA"

અમેરિકાઃ કેન્સાસ શહેરમાં ફાયરિંગમાં એકનું મોત, 21 ઘાયલ

નવી દિલ્હીઃ યુનાઇટેડ સ્ટેટ્સના મિઝોરીના કેન્સાસ સિટીમાં સુપર બાઉલની જીતની ઉજવણી શોકમાં ફેરવાઇ ગઇ. વિજય રેલી દરમિયાન રેન્ડમ ફાયરિંગમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 21 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં નવ બાળકો પણ સામેલ છે. કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવેસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. […]

ભારતને અમેરિકાના નેતૃત્વ પર ભરોસો નથી: નિક્કી હેલીનો પ્રેસિડેન્ટ બાઈડન પર કટાક્ષ

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આવી રહી છે. તેના કારણે રાજકીય નિવેદનબાજી પણ વધી છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં સામેલ નિક્કી હેલીએ ભારત પર મોટું નિવેદન આપ્યું છે. નિક્કી હેલીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડનનું નામ લીધા વગર કટાક્ષ કર્યો છે કે ભારત અમેરિકાની સાથે ભાગીદાર બનવા માંગે છે, પરંતુ હાલ તેમને […]

અમેરિકામાં સંસદીય ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓમાં વધારો થયો

નવી દિલ્હીઃ અમેરિકામાં સંસદીય ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિને 2021 ના કેપિટોલ હિલ કેસનો સામનો કરવો પડી શકે છે. જેમાં ચૂંટણી પરિણામોમાં ગોટાળાનો આરોપ છે.. કોર્ટે ટ્રંપના કાયદાકીય પ્રતિરક્ષાના દાવાને પણ રદ્દ કર્યો છે. કાયદાકીય પ્રતિરક્ષાએ એવી કાનૂની સ્થિતી છે જેમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાને […]

ઈરાક અને સીરિયામાં 85થી વધુ સ્થળો પર અમેરિકાનો હુમલો

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાક અને સીરિયામાં સાત સ્થળોએ 85થી વધુ સ્થળો પર હુમલો કર્યો. મધ્ય પૂર્વ સંકટ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સની આ કાર્યવાહી તાજેતરમાં જોર્ડનમાં ડ્રોન હુમલા દરમિયાન ત્રણ અમેરિકન સૈનિકોના મૃત્યુ પછી આવી છે. આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા, રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે ડ્રોન હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું હતું.મધ્ય પૂર્વમાં વધતી દુશ્મનાવટ વચ્ચે કહ્યું. “હવે […]

ભારતને 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણને અમેરિકાએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માટે અન્ય સંરક્ષણ કરારને અંતિમ મંજૂરી મળી ગઈ છે. યુએસએ ગુરુવારે ભારતને 3.99 અબજ ડોલરના અંદાજિત ખર્ચે 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણને મંજૂરી આપી હતી. આ દરિયાઈ માર્ગો પર માનવરહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગ દ્વારા વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતાને વધારશે. આ […]

ઈરાન સાથે તંગ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ યુદ્ધ નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન બાદ છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલને સમર્થન આપી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે અમેરિકાના ઈરાન સહિતના દેશો સાથે સંબંધોમાં તંગ બન્યાં છે. એટલું જ નહીં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઈ રહી છે જો કે, અમેરિકાએ […]

અમેરિકાએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હીઃ ભારતમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓની ટીમએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને અમેરિકાના વિઝા આપવામાં આવ્યાં હતા. આ આંકડો પહેલાની સરખામણીએ અનેક ગણો વધારે છે. જ્યારે વિઝિટર વિઝા એપોઈમેન્ટ પ્રતીક્ષા સમયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસી અને વાણીજ્ય દૂતાવાસએ એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, હાલ […]

ઈઝરાયલી સેનાએ પળવારમાં ગાઝાની યુનિવર્સિટીને રાખના ઢગલામાં તબ્દીલ કરી, અમેરિકા થયું નારાજ

તેલઅવીવ: ગાઝા પર ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પેલેસ્ટાઈનની એક યૂનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવામાં આવી છે. આનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે યૂનિવર્સિટીના મુખ્ય કેમ્પસને એક જ ઝાટકામાં બોમ્બથી ઉડાડી દેવામાં આવે છે. શાંત અને ખાલી પડેલા કેમ્પસમાં વિસ્ફોટ થાય […]

ઈરાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકને અમેરિકાએ આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાનો નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ ગુરુવારે ઈરાન પર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ‘માર્ગ બાર સરમાચાર’ ઓપરેશન અંગે માહિતી આપતા કહ્યું કે, ઈરાનમાં ઉભા થયેલા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે આતંકવાદી ગતિવિધિઓ કરવાની ગુપ્ત […]

ઈરાને પહેલા ભારત અને અમેરિકાએ પણ પાકિસ્તાન આર્મીની પોલ ખોલી કરી હતી સૈન્ય કાર્યવાહી

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું આકા ગણાતુ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં પોતાની આર્મી અને પરમાણુ બોમ્બને લઈને મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ઈરાને પાકિસ્તાનમાં ધુસીને આતંકવાદી ઠેકાણો ઉપર બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનના મોટા મોટા દાવાઓ વચ્ચે આ પ્રથમવાર નહીં કે કોઈ દેશ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી છે. અગાઉ અમેરિકા અને ભારતે પણ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code