1. Home
  2. Tag "amethi"

અમેઠીમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત, બેની હાલત ગંભીર

લખનૌઃ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. બંતા-ટાંડા હાઈવે પર મુન્શીગંજના જામો-ભાદર ઈન્ટરસેક્શન પર બોલેરો અને બાઇક (બુલેટ) વચ્ચે અથડામણ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે આ […]

છ રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આવતીકાલે મતદાન, 2019માં આ 49 પૈકી 40 સીટો NDAએ જીતી હતી 

આવતીકાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ રાયબરેલી તેમજ અમેઠી બેઠક પર પણ મતદાન યોજાશે. જ્યાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળનાં વાયનાડથી અને નહેરૂ ગાંધી પરિવારના […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવા પર બોલ્યા પ્રિયંકા, ભૂલ હતી કે નહીં તે રાજકીય દ્રષ્ટિકોણ, ભગવાન દરેક ભારતીયના હૃદયમાં છે

પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવા અંગે જવાબ આપ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમે દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો તમે કંઈપણ કહી શકો છો. ધર્મ એ રાજકીય મુદ્દો […]

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર યૂપીના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરે કર્યો આ કટાક્ષ

2019માં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરનાર રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ નિશાન સાધ્યું અને આ નિર્ણયને નૈતિક હાર ગણાવી. કોંગ્રેસની નૈતિક હારઃ કેશવપ્રસાદ મોર્ય કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહાર કરતા દાવો […]

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. […]

અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાની ચર્ચા વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોસ્ટર

અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં […]

અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત […]

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code