1. Home
  2. Tag "amit shah"

ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ હવે સજા નહીં પરંતુ ન્યાય મળશેઃ અમિત શાહ

નવી દિલ્હી: દેશભરમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે, ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ સજાને બદલે ન્યાય મળશે અને વિલંબને બદલે ઝડપી સુનાવણી થશે. નવા ફોજદારી કાયદાઓ અંગે અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શાહે કહ્યું કે આઝાદીના 77 વર્ષ પછી ફોજદારી ન્યાય પ્રણાલી સ્વદેશી બની રહી છે […]

એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ મોદી સરકાર દરમિયાન રૂ.12,000 કરોડના 12 લાખ કિલો ડ્રગ્સનો પણ નાશ કર્યો : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ‘નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ’ને લઈ એક્સ પ્લેટફોર્મ પર શેર કરેલી એક પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે, “ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ પર શુભેચ્છા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર ભારતને ડ્રગ મુક્ત રાષ્ટ્ર બનાવવાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે […]

દીલ્હી-NCRમાં વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

નવી દિલ્હીઃ ગુરુવારે સવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નજીકના ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં હવામાન ખુશનુમા બની ગયું છે. રાત્રિથી આકાશમાં ધામા નાખતા વાદળોએ ગરમી સામે ઝઝૂમી રહેલા લોકોને થોડીક દયા અનુભવી હતી. આજે સવારથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીમાંથી તાત્કાલિક […]

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે, કાલે યોગદિનની ઊજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુરૂવારે સાંજે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આવતી કાલે વિશ્વ યોગ દિનની ગુજરાતભરમાં ઊજવણી કરાશે. જેમાં અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં અમિત શાહ ભાગ લેશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાથી 7.44 […]

ITBPનું માનવતા પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી છે. X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે “અમારા બહાદુર હિમવીર પર ગર્વ છે. ITBP માઉન્ટેન રેસ્ક્યુ ટીમે તાજેતરમાં લાહૌલ અને સ્પીતિમાં ઊંચા પર્વતીય ખડકો પર એક […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

રિયાસી હુમલાના એક પણ આતંકવાદીને છોડવામાં નહી આવે: અમિત શાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ તિર્થયાત્રીઓને લઈને જતી બસ પર ગોળીબાર કરતા બસ ખીણમાં ખાબકી હતી અને આ ઘટનામાં 10 યાત્રિકોના મોત નિપજ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે, તો બીજી બાજુ કેન્દ્રીયમંત્રી પદના શપથ લીધા બાદ તુરંત જ મંત્રી અમિત શાહે આ ઘટનાને વખોડી કાઢી […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

ચૂંટણીના પરિણામોના વલણને પગલે ભાજપામાં મંથન શરૂ, નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથ સિંહ પહોંચ્યાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એનડીએ ફરી એકવાર સત્તામાં આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપામાં ધોવાણ થયું છે અને એકલા હાથ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ભાજપના નેતાઓએ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી. તેમજ પરિસ્થિતિ અંગે મંથન શરુ કરવામાં […]

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code