1. Home
  2. Tag "amreli"

અમરેલીના સુરગપરાની સીમમાં બાળકી બોરમાં પડી, બાળકીને બચાવવા રોબટની ટીમ પહોંચી

અમરેલીઃ જિલ્લાના સુરગપરા ગામની સીમમાં આવેલા બોરમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. કલેકટર સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. બાળકીને બચાવવા માટે  રોબોટ અને NDRFની  ટીમ સુરગપરા ગામે પહોંચી ગઈ છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહ સહિત પ્રાણીઓને ગરમીથી બચાવવા એર કૂલરો મુકાયા

અમરેલી: ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ ગરમીનું પ્રમાણ યથાવત છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામ પાસે સફારી પાર્કમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓ માટે ઓટોમેટીક ફુવારા અને એર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે વન પ્રાણીઓને ગરમીમાં ઠંડક મળી રહી છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું […]

અમરેલી ફાયરબ્રિગેડ આધુનિક રેસ્ક્યુ ઈકવીપમેન્ટથી સજ્જ થઈ

અમરેલીઃ આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડ ક્વાર્ટર ખાતે ઘણા બધા ઈકવ્યુપમેન્ટ આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઈકવીપમેન્ટ આપવામાં આવ્યા છે. જેમાં અંડર વોટર કેમેરા, રેસક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્કયુ રોબોટ બોયા, ટેન્ટ જેવા ઈકવીપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ. ત્યારે […]

લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો ખટરાગ બહાર આવ્યો અને હવે ખૂલ્લીને બોલવા લાગ્યા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અસંતોષ બહાર આવી રહ્યો છે. અમરેલીના ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં વર્ષોની રાત-દિવસ કામ કરનારા કાર્યકર્તાની ઉપેક્ષા થઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપ આવતા આગેવાનો-કાર્યકરોને પાર્ટીમાં આવકાર મળે તે બરોબર છે પરંતુ કોંગ્રેસમાંથી આવનારને તુરંત જ પદ […]

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

અમરેલીના પીપળવા ગામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 2100 કિલો ઘી સીઝ કરાયું

અમરેલીઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે ઝૂંબેશ આદરવામાં આવી છે. ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે લાલા આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ડીસામાં નકલી ધી બનાવતી ફેટકરી પકડાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામ નજીક એક ફેકટરીમાં પોલીસે રેડ કરીને નકલી […]

રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ

અમરેલીઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023″ને ખુલ્લો મુક્યો હતો.  આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્ધબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. જળ એ […]

અમરેલીના ભાજપના મહિલા નેતાની નજીવી બાબતે હત્યા, એડવોકેટ પુત્ર પર પણ જીવલેણ હુમલો

અમરેલીઃ  જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ  નજીવી બાબતે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. આ […]

દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના 2600 વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ અપાયાં

ગાંધીનગરઃ ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની 80 પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાની વિશેષ […]

અમરેલીના સરોવડા ગામે મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા મોત

અમરેલીઃ  જિલ્લામાં સિંહની જેમ દીપડાંની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જોકે સિંહને શિકાર મળી રહેતો હોવાથી લોકો પર હુમલો કરતો નથી, જ્યારે દીપડા ગમે ત્યારે સીમ-વગડામાં કે ગામના પાદરમાં આવીને એકલ-દોકલ વ્યાક્તિઓ પર હુમલાઓ કરતા હોય છે. દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code