1. Home
  2. Tag "anand"

પ્રાકૃતિક ખેતીથી જમીનને બંજર બનતી અટકાવી શકાશેઃ રાજ્યપાલ

આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે કિસાન સંમેલન યોજાયું, ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છેઃ આચાર્ય દેવવ્રતજી, 150 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની કીટનું વિતરણ કરાયુ આણંદઃ  જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલા મૈસી કિસાન સંમેલનને સંબોધતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન  કરતાં જણાવ્યું હતું કે, ધરતી માં ને બંજર બનતી અટકાવવી હશે તો ધરતી પુત્રોએ […]

આણંદના ખાનપુર પાસે મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત

આણંદઃ રાજ્યમાં નદી, તળાવો કે કેનાલમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આણંદના ખાનપુર નજીક મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર જણાં ડુબી જતાં આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, આણંદના ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર […]

લોકસભા ચૂંટણીઃ આણંદમાં 1000 દીવા પ્રગટાવી મતદાન અંગે સંદેશ અપાયો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦ દીપને પ્રગટાવીને ”આણંદ કરશે મતદાન” નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપના નોડલ […]

કોંગ્રેસ માટે પાકિસ્તાનના નેતા દુઆ માગી રહ્યાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદમાં વિશાળ જનમેદની સભાને સંબોધી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મે દેશને ગેરન્ટી આપી છે કે, 24*7 ફોર 2027. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાદીઓના સ્વપ્ન પુર્ણ કરવા માટે મને આપના આર્શિવાદ જોઈએ છીએ. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું […]

આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ અને પ્રેરણા અપાશે

આણંદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કોટક મહિન્દ્રા બેન્કના કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અભિયાનનો બુધવારે શુભારંભ કરાવ્યો હતો. આર્ટ ઓફ લિવિંગના વ્યક્તિ વિકાસ કેન્દ્રના માધ્યમથી આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અને પ્રેરણા આપવાનું અભિયાન શરૂ કરાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી […]

આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં બે વર્ષમાં 11.40 લાખ PMJAY કાર્ડ ઇસ્યુ કરાયાં

અમદાવાદઃ વર્ષ 2013માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ થયો હતો. આ યોજના દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં […]

આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નાવલી ગામ નજીક  પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને ટક્કર મારતા ચારના મોત નિપજ્યા હતા, જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માકે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ […]

ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી ધાન્યપાકો ઝેરયુક્ત બનતા બિમારીનું પ્રમાણ વધ્યુઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ જિલ્લાના આંકલાવડી ખાતે આવેલા આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને જીવનનું અંગ બનાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આજથી 30-40  વર્ષ પહેલા કોઈપણ જાતની ગંભીર બીમારી થતી નહોતી, પરંતુ રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત […]

આણંદમાં મોટરકાર અને સ્કુટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રીના મોત, બે વ્યક્તિ ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આણંદમાં બોરસક-રાસ રોડ પર પૂરઝડપે પસાર થતી મોટરકારે એક સ્કુટરને અડફેટે લીધું હતું. કારની સ્પીડ એટલી વધારે હતી કે, ટક્કર વાગ્યા બાદ સ્કુટર પર સવાર પરિવાર ફુટબોલની જેમ ઉછળીને રોડની સાઈડમાં પડકાયા હતા. આ દુર્ઘટનામાં સ્કુટર ઉપર સવાર પિતા-પુત્રીના કરુણ મોત થયાં હતા. […]

આણંદ નજીક પોલ્ટ્રીફાર્મમાંથી આંગણવાડીને અપાતો કૂપોષિત બાળકો માટેનો આહારનો જથ્થો પકડાયો,

આણંદ:  જિલ્લાનાં રાસ ગામમાં પોલ્ટ્રીફાર્મમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે દરોડો પાડીને બોરવેલની ઓરડીમાં સંતાડવામાં આવેલો આંગણવાડીમાં વિતરણ માટેને બાલ આહારનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આરોપીઓને અટકમાં લઈને  આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો, તેની તપાસ સાથે આંગણવાડીઓમાં કુપોષણથી બચાવવા માટે બાળકોને વિતરણ માટેનાં બાલ આહારનાં કાળા બજારનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code