ગુજરાતમાં દરિયાકાંઠાના ટાપુઓનો આંદામાન-નિકોબાર પેટર્નથી કરાશે વિકાસ, GIDBને સોંપાઈ જવાબદારી
અમદાવાદઃ દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતમાં આવેલો છે. ગુજરાત 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠે આવેલા ટાપુઓના વિકાસનો નિર્ણય કરાયો છે. તેમજ આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જીઆઈડીબી (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ)ને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ આઈલેન્ડ વિકાસ અભ્યાસ હેતુ માટે રૂ. 10 કરોડની ફાળવણી […]