1. Home
  2. Tag "Andhra Pradesh"

લો બોલો, આંધ્રપ્રદેશમાં CM જગન રેડ્ડીનું પોસ્ટર ફાડવા મામલે શ્વાન સામે પોલીસ ફરિયાદ !

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવું એક મૂંગા પશુ એવા શ્વાનને મોંઘુ પડ્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજયવાડામાં મહિલાઓના એક જૂથે એક ઘરની દિવાલ પર લગાવેલા મુખ્યમંત્રીના પોસ્ટરને શ્વાને ફાડી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) કાર્યકર મનાતી દાસારી […]

આંધ્રપ્રદેશના મંદિરમાં રામનવમી પર્વની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી ભિષણ આગ

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામનવમી મહોત્સવ દરમિયાન વિશાળ પંડાલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતા. શોર્ટ સરકીટના કારણે આ […]

આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે વિશાખાપટ્ટનમ, સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશની નવી રાજધાની હવે વિશાખાપટ્ટનમ બનશે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ નવી રાજધાનીના નામની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યની રાજધાની વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી હતી. બાદમાં 2020માં, […]

રાષ્ટ્રપતિ મુર્મુ આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે,પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

અમરાવતી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા સોમવારે આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ જિલ્લાના શ્રીશૈલ મંદિરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હૈદરાબાદથી હેલિકોપ્ટર દ્વારા મંદિરોના શહેર પહોંચશે.તેઓ શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન સ્વામી અને દેવી બ્રહ્મરાંભિકા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવાના છે. નાંદયાલ જિલ્લા પોલીસ રાષ્ટ્રપતિ […]

આંધ્રપ્રદેશના લોકોએ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું નામ બનાવ્યું : પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુના મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પીએમએ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન આપવાની શરૂઆત કરી ત્યારે એ સમયને યાદ કર્યો હતો જ્યારે તેમને વિપ્લવ વીરુડુ અલ્લુરુ સીતારામરાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પીએમએ કહ્યું […]

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આંધ્રપ્રદેશના સીએમને મળ્યા,સ્વાગતમાં ભગવાન વેંકટેશ્વરની તસવીર મળી

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આંધ્રપ્રદેશના સીએમને મળ્યા સ્વાગતમાં ભગવાન વેંકટેશ્વરની તસવીર મળી મુર્મુ સાથે કેન્દ્રીય પર્યટન મંત્રી પણ હાજર રહ્યા     અમરાવતી :આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે ​​એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું.તેમણે ભગવાન વેંકટેશ્વરની તસવીર અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું.મુર્મુ સાથે કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી પણ […]

બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણમાં આંધ્રપ્રદેશ અને ગુજરાત અગ્રેસર

અમદાવાદઃ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણના આધારે ટોચની સિદ્ધિઓ ધરાવે છે. હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ એચિવર્સ કેટેગરી, જ્યારે આસામ, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, બિહાર, ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીને એસ્પાયર કેટેગરીમાં આવે […]

આંધ્રપ્રદેશઃ ગેસનો બાટલો ફાટતા 4 વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુલ્કલેડુ ગામમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ચાર વ્યક્તિઓના મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. બીજી તરફ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનંતપુર જિલ્લાના મુલ્કલેડુ ગામમાં એક મકાનમાં ગેસનો બાટલો […]

આંધ્રપ્રદેશના દરિયા કિનારે ઉંચા મોજાઓ સાથે ગોલ્ડન રંગનો રથ તણાઈ આવ્યો

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારે અસની નામનું દરિયાઈ વાવાઝોડુ ત્રટકાય તેવી શકયતા છે. દરમિયાન આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં દરિયા કિનારે ગોલ્ડન કલરના રથ જેવી વસ્તુ તણાઈને આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. બીજી તરફ રથ ક્યાંથી આવ્યો છે તેને લઈને પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી […]

આંધ્રપ્રદેશઃ ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત, અનેક લોકો ઘાયલ

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતા. ગુવાહાટી જતી ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બટુવા ગામ પાસે અટકાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા અને બાજુની ટ્રેક પાસે ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code