1. Home
  2. Tag "Appointee"

કાયમી DGPની નિમણુંક મામલે યુપી સહિત સાત રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ ડીજીપીની કાયમી નિમણૂકમાં આદેશનો અનાદર કરવા અંગે સુપ્રીમ કોર્ટે 7 રાજ્યોને નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને સાત રાજ્યોને સૂચનાઓનું અમલીકરણ કરવા અને બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે નિયમિત નિમણૂંકો કરવાની માંગ કરતી નોટિસ જારી કરી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, બંગાળ, ઝારખંડ અને ચંદીગઢને નોટિસ જારી કરીને […]

લેફટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ પદે નિમણુક

નવી દિલ્હીઃ લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણુક કરવામાં આવી છે. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે 30 જૂને નિવૃત્ત થયા બાદ ઉપેન્દ્ર દ્વિવેદી ચાર્જ સંભાળશે. સંરક્ષણ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફીલ ની ડીગ્રી ધરાવનાર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 1984માં ભારતીય સેનાની ઈન્ફેન્ટ્રીમાં જમ્મુ-કાશ્મીર રાઈફલ્સમાં જોડાયા. તેમની આશરે 40 વર્શની લાંબી અને વિશિષ્ટ […]

રશિયામાં ભારતના રાજદૂત તરીકે વિનય કુમારની નિમણુંક

નવી દિલ્હીઃ 1992 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિનય કુમારને રશિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિનય કુમાર હાલમાં મ્યાનમારમાં ભારતના રાજદૂતનું પદ સંભાળે છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નવો પદભાર સંભાળી લે તેવી અપેક્ષા છે.  રશિયામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. મતદાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જીત બાદ પીએમ મોદીએ […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

ગુજરાતઃ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિમણુંક

અમદાવાદઃ ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે . નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS  હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. પીએસઆઇ અને લોકરક્ષક બે અલગ અલગ બોર્ડની જગ્યાએ પોલીસ ભરતી બોર્ડના નામે એક અલગ બોર્ડ ઊભું કરાશે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code