1. Home
  2. Tag "Approved"

મણિપુરમાં 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હીઃ મંત્રાલયે મણિપુરમાં 1026 કિલોમીટર લંબાઈના 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાંથી અત્યાર સુધીમાં 902 કિલોમીટર લંબાઈના 44 પ્રોજેક્ટ રાજ્યના પહાડી વિસ્તારોમાં આવેલા છે. પહાડી ક્ષેત્રોમાં 125 કિલોમીટરના 8 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 777 કિલોમીટર માટે 12000 કરોડ રૂપિયાના બાકીના 36 પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. મંત્રાલયની વાર્ષિક યોજના 2024-25માં, કુલ 90 કિલોમીટર લંબાઈ માટે […]

વન નેશન-વન ઈલેક્શનને મોદી કેબિનેટની મંજૂરી

વન નેશન-વન ઈલેક્શન બિલ આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે સમિતિએ ગત માર્ચ મહિનામાં કેબિનેટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો નવી દિલ્હીઃ વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ-એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક દેશ, એક ચૂંટણી પર રજૂ કરેલા અહેવાલને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વન નેશન-વન […]

મોદી સરકારે રેલવે મંત્રાલયની 3 પરિયોજનાઓને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલયની 3 (ત્રણ) પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,456 કરોડ (અંદાજે) છે. મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડીને, હાલની લાઇન ક્ષમતા વધારીને અને પરિવહન નેટવર્કમાં વધારો કરીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક […]

કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમને આપી મંજૂરી

ભારત સરકાર હવે નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા માટે નવી પેન્શન યોજના લઈને આવી છે. આ પેન્શન યોજનાનું નામ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) છે. પહેલા જૂની પેન્શન સ્કીમ (OPS) ચાલતી હતી, જેને સરકારે બંધ કરી દીધી હતી અને નવી પેન્શન સ્કીમ (NPS) લાવવામાં આવી હતી, જેનો ઘણા સમયથી વિરોધ હતો અને લોકો જૂની પેન્શન સ્કીમની માંગ […]

ગુજરાતઃ 3 વીજ મથકોને સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે. હાલ 24962 મેગાવોટ પરંપરાગત અને […]

બનાસકાંઠાના બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂરી અપાઈ

આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે આ માર્ગોને ટુ-લેન બનાવવામાં આવશે અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં થરાદ, ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડતા બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર  કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 […]

મોદી સરકારે રૂ. 24,657 કરોડના આઠ નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી

નવી દિલ્હીઃ કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે, PM મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 24,657 કરોડ રૂપિયાના આઠ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સાત રાજ્યોમાં ફેલાયેલા, આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વર્તમાન રેલ નેટવર્કને 900 કિમી સુધી વિસ્તારવાનો, 14 જિલ્લાઓ, 64 નવા સ્ટેશનો અને અંદાજે 40 લાખ લોકોને લાભ આપવાનો છે. તે 2030-31 સુધીમાં […]

કેન્દ્રીય કેબિનેટની 8 નવા નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 936 કિલોમીટર અને 50,655 કરોડ રૂપિયાના કુલ ખર્ચ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોડી સાંજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે કેબિનેટના નિર્ણયો વિશે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે 6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર, 4-લેન ખડગપુર-મોરગ્રામ નેશનલ […]

કેન્દ્ર સરકારની મલાવી અને ઝિમ્બાબ્વેમાં 2 હજાર મેટ્રિક ટન ચોખાની નિકાસ કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બે આફ્રિકન દેશો મલાવી અને ઝિમ્બાબ્વેમાં 2 હજાર મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપી છે. સૂચના અનુસાર, આ બંને દેશોને દરેક એક હજાર મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલી એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, મલાવી […]

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો માટે MSPને મંજૂરી આપી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ આવશ્યક ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી હતી. ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે 14 ખરીફ પાકોના MSPમાં વધારો કર્યો છે. મોદી સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે ખરીફ પાકના MSPમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમની પેદાશોના લાભકારી ભાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code