1. Home
  2. Tag "Aravalli"

અરવલ્લીના બીટી છાપરા ગામે થયેલા ભેદી બ્લાસ્ટમાં દંપતીનું મોત

મેઘરજના બીટી છાપરા ગામે ભેદી બ્લાસ્ટ બ્લાસ્ટમાં દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી અરવલ્લી: મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયર આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી, આ ઘટના પછી ગામમાં ભારે સનસનાટી મચી. ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પણ તે ગણતરીના […]

અરવલ્લી વનવિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા બે ટ્રેક્ટર ઝડપી લેવાયા

ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી વિરપ્પનો સામે વન વિભાગની લાલ આંખ લાકડાની તસ્કરી કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા મોડાસા: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની બૂમો વધી હતી,જેના પગલે લાકડાઓની ગેરકાયદે હેરાફેરી કરનાર વિરપ્પનો સામે વન વિભાગે લાલ આંખ કરતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાયડ તાલુકામાં પરિક્ષેત્ર વન અધિકારી મોડાસા તેમજ […]

અરવલ્લીની જીવાદોરી સમાન 3 ડેમના તળિયા અત્યારથી જ દેખાવા લાગ્યા

મોડાસાઃ રાજ્યમાં ઉનાળાની આગમનની ઘડિયો ગણાઈ રહી છે, ત્યારે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉનાળામાં પાણીના સમસ્યા સર્જાય તેવી શક્યાતા છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે ઉનાળાની શરુઆતમાં જ જિલ્લાના જીવાદોરી સમાન જળાશયોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા છે. જેને પગલે જિલ્લાના ખેડૂતોને ઉનાળુ ખેતી માટે સિંચાઇનું […]

અરવલ્લીમાંથી ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે 1.5 લાખ ખેલાડીઓ ભાગ લે તેવો લક્ષયાંક

ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું  50 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થાય તેવો ટાર્ગેટ જિલ્લામાં 1.5 લાખ ખેલાડીઓ ભાગ લે તેવો લક્ષયાંક અરવલ્લી: દરવર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખેલ મહાકુંભને લઈ રજીસ્ટ્રેશન ઓપનિંગના કાર્યક્રમને અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ગૃહ વિભાગ તથા સ્પોર્ટ્સ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લો […]

અરવલ્લીમાં તંત્રની કાર્યવાહી, ભિલોડામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું

ગેરકાયદેસર દબાણ દૂર હટાવવાની કામગીરી હાથ ધરાઇ મામલતદાર અને પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા લારી-ગલ્લાઓ સહિત કાચા-પાકા દબાણો દૂર કરાયા અરવલ્લી: ભિલોડામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મામલતદાર કચેરીથી મોહનપુર ત્રણ રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું જેસીબી ફરી વળ્યું હતું. સંકલન સમિતિની મળેલી બેઠકમાં દબાણ દૂર કરવા માટે નિર્ણય લેવાયો હતો. ગ્રામપંચાયત […]

અરવલ્લીમાં કોરોના તો ખરો જ, સાથે ગંદકીથી પણ લોકો પરેશાન

કોરોનાના કહેર વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ગટર લાઇન ઉભરાતા લોકોને હાલાકી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ગંદકી સર્જાઈ અરવલ્લી: રાજ્યમાં તથા અરવલ્લીના મેઘરજમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલ દેશમાં કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે ત્યાં બીજી તરફ મેધરજના સમજનગરમાં ગટર લાઈન ઉભરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવીન રસ્તાના કામકાજ વચ્ચે પાણીનો […]

અરવલ્લીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર તૈયાર, તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી

કોરોના વધતાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કોરોનાને લઇને 172 પથારીઓ તૈયાર આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર અરવલ્લી: રાજ્યમાં વધતા કોરોનાને તથા અરવલ્લી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોરોનાને લઇને 172 પથારીઓ તૈયારી કરવામાં આવી છે, જેમાં મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં 50, વાત્રક હોસ્પિટલમાં 50 […]

કોરોનાનું સંકટ વધતા નિયંત્રણોની શરૂઆતઃ અરવલ્લીમાં 144 લાગુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને લગભગ 3 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં હોવાથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. હાલ રાતના 11થી સવારના 5 કલાક સુધી રાતના કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ જિલ્લામાં આગામી દિવસોમાં નિયંત્રણ લાદવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન […]

અરવલ્લીના લોકોને સરકારની આર્થિક સહાય,કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000

અરવલ્લીના લોકોને મળી સહાય કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000 આર્થિક સહાયથી લોકોને રાહત અરવલ્લી :કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને રૂ.૫૦ હજારની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂ.૫૦ હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે. પરિવારજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર […]

અરવલ્લીઃ મહિલાઓને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં સખી મંડળની 100થી વધારે મહિલાઓ સાથે લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અજાણ્યા શખ્સોએ લોનના બહાને લાખોની છેતરપીંડી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસે ગુનો નોંધીને છેતરપીંડી આચરનારાઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં સખી મંડળની બહેનોનોને એક ફાઇનાન્સ સર્વિસ લોનના નામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code