1. Home
  2. Tag "army"

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સેનાના 10 જવાનોના મૃત્યુ

લાહોરઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ બની રહી છે. દરમિયાન આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 10 જવાનોના મોત થયાં છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ આર્મી ચેકપોસ્ટ પાસે પોતાના જ વાહનને વિસ્ફોટકોથી ઉડાવી દીધું હતું. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને અંતાંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર

સુરક્ષાદળોએ ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી અન્ય આતંકવાદીઓને સામે એજન્સીઓએ શરૂ કર્યું અભિયાન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવે છે. દરમિયાન સોપારમાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ […]

LAC પર ભારત અને ચીનના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી, મીઠાઈની આપ-લે કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદી સમજૂતી અને વિવાદિત બિંદુઓ પરથી સૈનિકો હટાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્મા જોવા મળી રહી છે. ભારત અને ચીનના સૈનિકોએ દિવાળીના અવસર પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના કેટલાક સરહદી બિંદુઓ પર મીઠાઈની આપ-લે કરી હતી. એક દિવસ અગાઉ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષનો મુદ્દો બનેલા ડેમચોક […]

જમ્મુ-કાશ્મીરઃ પુલાવામામાં 10 ગ્રેનેડ સાથે એક કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોએ શરૂ કરેલા અભિયાનમાં આજે વધુ એક સફળતા મળી હતી. પોલીસે પુલાવામા ખાતેથી એક કટ્ટરપંથીને 10 ગ્રેનેડ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ગ્રેનેડની સાથે પાંચ જેટલી બેટરી પણ મળી આવી હતી. એટલું જ નહીં આ તમામ વસ્તુઓ આરોપીએ સ્કુટરની સીટ નીચે છુપાવી હતી. પોલીસની તપાસમાં આ કેસમાં ચોંકાવનારા […]

ઉત્તરાખંડ: સૈન્ય અને SDRFએ 6,015 મીટરની ઉંચાઈએ ફસાયેલ વિદેશી પર્વતારોહકનું રેસ્ક્યૂ

નવી દિલ્હીઃ સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા. બે પર્વતારોહકો 11 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી ચૌખંભા-તીન પર્વત પર પર્વતારોહણ […]

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા સેનાને હવાલે કરાઈ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું હતું અને આ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલી વધી, સેનાએ ગેરકાયદેસર રાજકીય માફિયા ગણાવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સેનાની મજબૂત પકડ અને સત્તાધારી સંસ્થા સાથે તેની રાજકીય સાંઠગાંઠ ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાન સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત અનેક પ્રાંતોમાં ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકમ દ્વારા નવેસરથી સક્રિય અને આતંકવાદ વિરોધી કામગીરી શરૂ કરવા માટે સેનાને મંજૂરી આપી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) આનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. સેનાએ પણ […]

રશિયન આર્મીમાં કામ કરી રહેલા 50 ભારતીયોને સ્વદેશ પાછું ફરવું છે, ભારત સરકાર પાસે માંગી મદદ

રશિયન આર્મીમાં કામ કરતા લગભગ 50 ભારતીય નાગરિકો હવે દેશમાં પાછા ફરવા માંગે છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (19 જુલાઈ 2024) આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 50 ભારતીય નાગરિકોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કરીને તેમને રજા અપાવવામાં મદદ માંગી છે. બંને દેશો આ મામલાના ઉકેલ માટે કામ કરી રહ્યા […]

પીર પંજાલની દક્ષિણી ટેકરીઓમાં સેનાએ ઓપરેશન ‘સર્પન્ટ ડિસ્ટ્રક્શન’નો આરંભ

નવી દિલ્હીઃ પીર પંજાલની દક્ષિણી પહાડીઓમાં સુરંગ અને ગુફાઓ વિશાળ ખડકોથી બનેલી છે, જેનો ઉપયોગ 90ના દાયકામાં સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતો હતો. ત્યારબાદ સેનાએ મોટી સંખ્યામાં તૈનાત કરીને અહીંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધો હતો. તે સમયે અહીં એન્ટી ટેરરિસ્ટ ગ્રીડ બનાવવામાં આવી હતી પરંતુ તેને ખતમ કર્યા બાદ હટાવી […]

જમ્મુ- કાશ્મીર: ડોડા જિલ્લાના ગંડોહમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહમાં સૈન્યએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ ગંડોહ ગામમાં આતંકવાદી હોવાની ગુપ્ત માહિતીને આધારે સેના, સીઆરપીએફ તેમજ સ્થાનિક પોલીસે ઘેરાબંદી કરીને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી બહોળા પ્રમાણમાં હથિયાર અને દારૂ ગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોડો જિલ્લામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code