1. Home
  2. Tag "Arrested"

જમ્મુ-કાશ્મીરઃ લશ્કર-એ-તૌયબાના બે હાઈબ્રિડ આતંકવાદી ઝડપાયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને સુરક્ષામાં વધારો કર્યો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પોલીસે બે હાઈબ્રિડ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]

નવી દિલ્હીઃ એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 434 કરોડનું હેરોઈન ઝડપાયું, આયાતકારની ધરપકડ

નવી દિલ્હીઃ માદક દ્રવ્યોની હેરાફેરી પર તેની કાર્યવાહી ચાલુ રાખીને, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ એર કાર્ગો કન્સાઇનમેન્ટ પર રોક લગાવ્યા પછી 10.05.2022ના રોજ વધુ એક નવી મોડસ ઓપરેન્ડી અને 62 કિલો હેરોઇન જપ્ત કર્યુ હતું. ભારતમાં કુરિયર/કાર્ગો/ એર પેસેન્જર મોડ દ્વારા અત્યાર સુધીની હેરોઈનની આ સૌથી મોટી જપ્તીમાંની એક છે. “બ્લેક એન્ડ વ્હાઇટ” કોડ […]

અમદાવાદમાં વેપારીઓને ઠગતી નાઈજિરિયન ગેંગના બે આરોપીઓ મુંબઈથી પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડ કરવાના બનાવો વધતા જાય છે. જેમાં ફ્રોડના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંન્ચે નાઈજિરિયન ગેંન્ગના બે આપરોપીને ઝડપી લીધા છે. દેશમાંથી લીક્વીડ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવતી હતી. આરોપીઓએ દેશના વિવિધ રાજ્યોમાં  વેપારીઓ સાથે રૂપિયા 2.75 કરોડની છેતરપિંડી કરી હોવાનું આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે. આ […]

અમદાવાદમાં SOG એ 23 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસોને ઝડપી લીધા

અમદાવાદઃ ગુજરાત પણ હવે ડ્રગ્સ માફિયાઓ માટે પ્રવેશ દ્વાર સમાન બની રહ્યું છે. રાજ્યમાં 1600 કિમીના દરિયા કિનારો છે. અને બે મોટા બંદરો આવેલા છે. એટલે ડ્રગ્સ ઘૂંસાડવા માટે માફિયાઓને ગુજરાત અનુકૂળ પડી ગયું છે. જોકે પાલીસ સહિત વિવિધ એજન્સીઓની બાજ નજર હોવાથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. તાજેતરમાં કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત […]

રાજકોટમાં BRTS રૂટ પર ઘોડા પર બેસીને સ્ટંટ કરવો ભારે પડ્યો 5 યુવકની ધરપકડ

રાજકોટઃ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પરના  BRTS રૂટ પર ઘોડેસવારી કરીને સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ઘોડા સાથે યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 યુવકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર બીઆરટીએસના કોરીડોરમાં […]

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ત્રણ બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા પકડાયા

વડોદરાઃ મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકલી ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરીને ગરીબ દર્દીઓના આરોગ્યને જાખમમાં મુકતા હોય છે. ગુજરાતના પોલીસ વડાએ પણ આવા નકલી તબીબોને પકડવા સુચના આપ્યા બાદ  છોટાઉદેપુરમાંથી મેડિકલ પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ ડૉક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ત્રણેય બોગસ ડૉક્ટરોને છોટાઉદેપુર તાલુકાના દેવહાટ અને રંગપુર ગામમાંથી એસ.ઓ.જી. […]

પાલનપુર નજીક રેલવેના રૂ. 9.10 લાખના વીજ થાંભલાની ચોરી કરતા ત્રણ શખસ ઝડપાયા

પાલનપુરઃ રેલવેની સંપતી ચોરી જવાના બનાવો પણ હવે બનવા લાગ્યા છે. બનાસકાંઠાના જગાણા રેલવે લાઇનની સમાંતર મુકેલા વીજપોલની ચોરી કરતાં રાજસ્થાન અને બિહારના ત્રણ શખસને પોલીસે દબોચી લીધા હતા. સિક્યુરીટીની આંખોમાં ધૂળ નાંખી આ વીજપોલ ટ્રેલરમાં ભરીને લઇ જાય તે પહેલા સાચી હકીકતની જાણ થતાં આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરાર 45 આરોપીને મહિનામાં ઝડપી લેવાયાં

અમદાવાદઃ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જતું હોવાથી તેમજ ગંભીર ગુનાઓના આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી આવા આરોપીને પકડવા માટે ડીજીએ સુચના આપતા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ હતી.  જેમાં  28 દિવસમાં ગંભીર ગુનામાં ફરાર 45 આરોપીને ઝડપી લેવાયા હતા. તેમજ ગુનેગારો ઉપર લગામ લાવવા, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ ઉપર […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાંથી ત્રણ આતંકવાદીઓને ઝડપી લેવાયાં

આતંકવાદને નાથવા શરૂ કરાયું અભિયાન પોલીસે ત્રણેય આતંકીઓની પૂછપરછ આરંભી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે ભારતીય સુરક્ષા અધિકારીઓએ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ અનેક આતંકવાદીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન શોપિયામાંથી લશ્કર-ઐ-તૈયબાના 3 આતંકવાદીઓને સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code