મિશન શક્તિ : ASAT સિસ્ટમ ધરાવતો ભારત દુનિયાનો ચોથો દેશ, શું છે એન્ટિ સેટેલાઈટ મિસાઈલ વેપન?
ભારત હવે દુનિયાની એવી ચુનિંદા મહાસત્તાઓમાં સામેલ થઈ ગયું છે કે જેમની પાસે સેટેલાઈટ વિરોધી મિસાઈલ ક્ષમતા છે. એટલે કે ભારત પાસે મિશન શક્તિની સફળતાની સાથે અંતરીક્ષમાં કોઈપણ ઉપગ્રહને તોડી પાડવાની ક્ષમતા પણ પ્રાપ્ત થઈ ચુકી છે. પીએમ મોદીએ બુધવારે દેશના નામે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે ભારતે અંતરીક્ષની ઓર્બિટમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો […]