મહાદેવ એપ કેસમાં ઈડીએ હવાલા બિઝનેસમેનની 580 કરોડની સંપત્તિ જપ્ત કરી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેના તાજેતરના દરોડા દરમિયાન દુબઈ સ્થિત હવાલા વેપારીની રૂ. 580 કરોડની સિક્યોરિટીઝ અને રૂ. 3.64 કરોડની રોકડ અને કીમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલામાં કોલકાતા, ગુરુગ્રામ, દિલ્હી, ઈન્દોર, મુંબઈ અને રાયપુરના વિવિધ પરિસરોમાં 28 ફેબ્રુઆરીએ ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. […]