ગુજરાતમાં શિક્ષકોની 19000 જગ્યા ખાલી, ભરતી માત્ર 5100ની કરાતા ઉમેદવારોએ આપી ચીમકી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે 19000 ખાલી જગ્યાઓની સામે વિદ્યાસહાયકની માત્ર 5100 જગ્યાઓ ભરવામાં આવી છે. જ્યારે તેની સામે પ્રવાસી શિક્ષકોની 10500ની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જેને પરિણામે વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો […]