1. Home
  2. Tag "atmosphere"

ગુજરાતમાં આજથી સાત દિવસ રજાઓનો માહોલ, ઘણા પરિવારો વતન જવા રવાના

અમદાવાદ :  રાજ્યમાં સાતમ-આઠમ એટલે કે જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામે ગામ લોકમેળાઓ યોજાતા હોય છે. હવે સાતમ-આઠમના પર્વને માત્ર ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે સોમવારથી સપ્તાહભર રજાનો માહોલ રહેશે. આજે સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટની જાહેર રજા છે. એટલે રવિવારે ઘણાબધા પરિવારો પોતાના માદરે વતન જવા રવાના થઈ ગયા છે. […]

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટો આવશે, આકાશ વાદળછાંયુ બનશે

અમદાવાદ:  ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે આગામી બે-ત્રણ દિવસ અસહ્ય ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે તેમ છે. હવામાન વિભાગે 20 અને 21 એપ્રિલના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટો આવશે. સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી જિલ્લામાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]

અમદાવાદના સાયન્સસિટીના એક્વાટિક ગેલેરીમાં વિદેશી માછલીઓને વાતાવરણ માફક નથી આવતું

અમદાવાદ : શહેરના સાયન્સસિટી ખાતે કરોડોના ખર્ચે એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્વેરિયનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. દરિયાથી દૂર, જમીનના ભાગમાં હોય એવું વિશ્વનું એકમાત્ર મોટું એક્વેરિયમ ગુજરાતમાં બનાવાયુ છે,  આ એક્વેરિયમના માછલી ઘરમાં દરરોજ 3 થી 5 માછલીઓના મોત થઈ રહ્યા છે, કે જે માછલીઓને  વિદેશથી લાવવામાં આવી છે. આ માછલીઓ […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિયની ફાઈનલમાં ઈંગ્લેન્ડના વાતાવરણનો ન્યૂઝીલેન્ડને મળશે ફાયદોઃ ઓસ્ટ્રેલિયન બોલરે

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસનું માનવું છે કે, 18મી જૂનના સાઉથેમ્પટનના રોજ રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડની હાલની વરસાદની ઋતુમાં ભારતની સરખામણીએ પરિસ્થિતિનો વધારે ફાયદો ઉઠાવી શકે છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે 70 વિકેટ (14 મેચ) લેનાર કમિંસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ એક સરસ મેચ થશે. જે સમાચારો […]

ગુજરાતના 10 જેટલા જિલ્લામાં વાતાવરણમાં પલટોઃ અનેક સ્થળોએ માવઠું પડ્યુ

અમદાવાદ :  રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. અને  કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ શનિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, […]

રાજકોટમાં ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું  

રાજકોટમાં વાદળછાયું વાતાવરણ ભર ઉનાળે બેઠું ચોમાસું રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રાજકોટ : એક બાજુ કોરોનાની બીજી લહેર ચાલી રહે છે.ત્યાં બીજી બાજુ ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારે સુરજદાદાના દર્શન પણ થયા ન હતા અને બપોર બાદથી આકાશમાં કાળા ડીબાંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code