1. Home
  2. Tag "ATS"

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, […]

પીએફઆઈ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસ અને એસઓજી સાથે મળીને એનઆઈએની ટીમે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. એનએઆઈ દ્વારા […]

આતંકવાદી હબીબુલના મોબાઈલમાંથી આતંકવાદીઓના 100 વીડિયો મળ્યાં

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હબીબુલ નામના શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી પાસેથી આતંકી આકાઓના ઝેર ઓકતા વિડીયો મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જવાનો હોવાનું જામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામના મોબાઈલમાંથી […]

લઠ્ઠાકાંડઃ રોજિદામાં મૃતકોની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં 25થી વધારે વ્યક્તિઓના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન રોજિદા ગામમાંથી મૃતકોની અંતિમ યાત્રા યોજાઈ હતી. એક સાથે મૃતકોની અંતિમ યાત્રા યોજાતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. […]

કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન એટીએસની ટીમે કચ્છના મુંદ્રા બંદરેથી રૂ. 350 કરોડનું 70 કિલો જેટલુ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો આ કન્ટેનર દુબઈથી નીકળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા બંદરે દુબઈથી એક કન્ટેનર આવ્યું […]

ઉદેયપુર હત્યાકાંડઃ હત્યારાઓએ ફેકટરીમાં ધારદાર હથિયાર બનાવ્યું હતું

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્ક્સમાં ધારદાર હથિયારો બનાવ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડમાં આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ હત્યા પહેલા અને પછી આ જ ફેક્ટરીમાં વીડિયો પણ શૂટ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી કન્હૈયાલાલની હત્યામાં વપરાયેલું હથિયાર મળી આવ્યું હતું. આ કેસમાં […]

મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, ગુજરાત ATS એ કરી હતી ધરપકડ

બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા ગુજરાત ATS એ કરી હતી ધરપકડ દિલ્હીઃ- મુંબઈમાં વર્ષ 1993માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના ચારેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.આ પહેલા 23 મેના રોજ સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ આરોપીઓને સાત દિવસની […]

એટીએસએ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ નવ શખસોને 18 હથિયારો સાથે પકડી પાડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારોનું મોટું રેકેટ પકડાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોર્ડ (એટીએસ) દ્વારા થોડા દિસ પહેલા 28 ઇસમોને 60 હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ અન્ય ઈસમો પાસે પણ હથિયાર હોવાની ATSને જાણકારી હતી. ત્યારે ATSએ વધુ 9 ઇસમોને 18 હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ હથિયાર શા […]

અમદાવાદઃ હથિયારોની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 22 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાખોરી અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે હથિયારોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એટીએસની ટીમે 22 આરોપીઓને 54 જેટલી દેશી બનાવટની પિસ્ટલ જપ્ત કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100 જેટલા હથિયાર વેચ્યાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ હથિયારો મધ્યપ્રદેશથી […]

ગુજરાતનો દરિયા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન, 10 મહિનામાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હવે પાકિસ્તાન સહિત દુનિયાના અન્ય દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતીય યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે નવા-નવા પેતરા ઘડી રહ્યાં છે, હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code