1. Home
  2. Tag "Ban"

અમેરિકાએ પાકિસ્તાનની બેલેસ્ટીક મિસાઈલના સપ્લાયકર્તાઓ પર લગાવ્યા પ્રતિબંધ

વૉશિંગ્ટન: અમેરિકાના  સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે એક મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન સામે તેનું કડક વલણ અકબંધ છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મદદ કરનાર અનેક સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના સપ્લાયમાં સામેલ છે. આ નિર્ણય પર પાકિસ્તાન તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. આવી જ […]

પાકિસ્તાનમાં હવે સરકારી અધિકારી-કર્મચારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

પીએમ શરીફે સોશિયલ મીડિયાને લઈને કર્યો નિર્દેશ સરકારના નિર્દેશનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી નવી દિલ્હીઃ આર્થિક રીતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સરકારના કેટલાક નિર્ણયોને પગલે પ્રજામાં રોષ ફેલાયો છે. દરમિયાન પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક આદેશ જાહેર કર્યો છે, જેમાં પરવાનગી વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં […]

પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે એક સપ્તાહ માટે તાકીદની અસર થી પ્રતિબંધ

અમદાવાદ: મોરબી જીલ્લાના માળીયા સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળતા, માળીયા પાસેના જૂના બ્રિજ સુધી પાણી આવી ગયુ હતુ. જેથી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઈવે સુધી ભારે ભારે વાહનો ઉપર ,તાકીદની અસરથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને હાલ ભારે વાહનોના આવાગમન ઉપર એક સપ્તાહ માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. બ્રિજના […]

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા […]

બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં અનામતને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશ સરકારે જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ સરકારે કટ્ટરપંથી પક્ષ પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા હતા. માહિતી અનુસાર, જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ શાસક વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગની આગેવાની હેઠળના 14-પક્ષીય ગઠબંધનની […]

પાકિસ્તાનમાં મોહરમમાં હિંસા ફાટી નીકળવાનો ભય, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ રાજ્ય સહિત અન્ય ઘણા રાજ્યોએ સંઘીય સરકાર પાસેથી આ માંગ કરી છે. રાજ્યોને ડર છે કે, મોહરમ દરમિયાન હિંસા ફાટી નીકળી શકે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નફરતના સંદેશાઓ ઝડપથી ફેલાઈ શકે છે. મોહરમ દરમિયાન, શિયા મુસ્લિમો ઇસ્લામના […]

તાજિકિસ્તાનમાં હિજાબ પહેરવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, કાયદો તોડવા પર દંડ થશે

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 96 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની સંસદમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સુધારા અનુસાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ થઈ શકે છે. સંસદના ઉપલા ગૃહ ‘મજલિસી મિલી’માં આ બિલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ખરડો બે સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક રજાઓ ઇદ […]

આ દેશોની સરકારે વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેના પાછળનું કારણ જાણો

સમગ્ર વિશ્વમાં લગભગ 3 અબજ લોકો દરરોજ WhatsAppનો ઉપયોગ કરે છે. એકલા ભારતમાં 53 કરોડ લોકો તેનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક કામ માટે કરે છે. વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. આ હોવા છતાં, તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના 6 મોટા દેશોની સરકારોએ તેમના દેશોમાં WhatsApp પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ભારતનો પાડોશી દેશ પણ […]

ચારધામ યાત્રાઃ રાત્રે 10થી સવારનાં 4 વાગ્યા સુધી પેસેન્જર વાહનો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચારધામ યાત્રા પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે હવે વાહનવ્યવહારનું આયોજન કરવામાં આવ્યું છે. ચારધામ યાત્રાના તમામ માર્ગો ખુલ્લા છે પરંતુ યમુનોત્રી ધામ યાત્રા રૂટ પર જતા વાહનો માટે બાયપાસ માર્ગ નથી. હવે રાત્રિથી સવાર સુધી વાહનો નહીં ચાલે. ડીજીપીએ એડવાઈઝરી જાહેર કરી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.  ચારધામ યાત્રા પર આવનારાઓ માટે […]

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની અરજી ફગાવી

નવી દિલ્હીઃ પીએમ મોદીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં પીએમ મોદી પર નફરતભર્યા ભાષણો આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં પીએમ મોદી વિરૂદ્ધ નફરત ફેલાવનાર ભાષણ આપવા અને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code