1. Home
  2. Tag "Banaskantha"

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી, બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હજુ એકાદ મહિનો બાકી છે. હાલ 41થી 42 ડિગ્રી ગરમી અને અસહ્ય બફારામાં લોકો પરેશાન છે. ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હાલ પવનની ગતિમાં વધારો થવાથી તાપમાન સરેરાશ 40થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ  રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે. દરમિયાન આજે બુધવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા […]

બનાસકાંઠામાં જુનિયર કલાર્કની રવિવારે 53 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, તંત્ર બન્યુ સજ્જ

પાલનપુરઃ રાજ્ય સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 9મીને રવિવારે જપનુયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો હોવાથી સુચારૂ વ્યવસ્થા માટે તંત્ર મહિનાથી કામે લાગ્યું છે. અગાઉ આ પરીક્ષા પેપેર ફુટી જવાને કારણે મુલત્વી રાખવાની ફરજ પડી હતી. અને તત્કાલિન સમયે સરકાર પર માછલાં ધોવાયા હતા.ત્યારબાદ આ પરીક્ષાની જવાબદારી સનિષ્ઠ અને […]

ગુજરાતઃ નડાબેટ સરહદ પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો

બીએસએફના જવાનોએ ઝડપી લઈ તપાસ શરૂ કરી આ શખ્સ પાકિસ્તાનના નગરપારકરનો રહેવાસી અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન બનાસકાંઠાના નડાબેટ નજીક આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને ભારતીય સુરક્ષા જવાનોએ ઝડપી લીધો હતો. પાકિસ્તાની નાગરિક તારની વાડ કુધીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભારતીય […]

બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે શાકભાજી સહિત ઉનાળું પાકના વાવેતરને નુકશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન સમયાંતરે ડીસા સહિત જિલ્લાના અનેક ભાગોમાં કરા સાથે ભારે ઝાપટાભેર માવઠું પડતાં  ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને નુકસાન થયું છે. આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોની ખૂબ જ માઠી દશા બેઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરની શરૂઆત થઈ […]

ગુજરાતમાં ચૈત્રમાં અષાઢી મહાલો, અમદાવાદ સહિત અનેક શહેરોમાં હળવો વરસાદ

અમદાવાદઃ  રાજ્યમાં માર્ચ મહિનામાં જ ઉનાળાનો પ્રારંભ શરૂ થાય છે, હાલ ચૈત્ર મહિલો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચૈત્રમાં અષાઢી મહાલો જામ્યો હોય તેમ લાગી રહ્યું છે.  ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક […]

બનાસકાંઠાના ડીસા, અંબાજી, અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં કરાં સાથે માવઠું

પાલનપુરઃ ઉત્તરગુજરાતના બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે શનિવાર સાંજે પોણા 6 વાગે અચાનક ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો અને જોતજોતામાં પવનની ગતિ 37 કિલોમીટરે પહોંચતાં ભારે પવન વાવાઝોડામાં ફેરવાયો હતો. ધૂળિયા વાતાવરણમાં આંખ ખોલવી પણ મુશ્કેલીભર્યું બન્યું હતું. ડીસા, અંબાજી અને દાંતીવાડા […]

બનાસકાંઠાના શિહોરીમાં ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલના ICUમાં આગ લાગતા બાળકનું મોત,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિહોરીની  એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં  આગ લાગી હતી. હોસ્પિટલનાઆઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આઈસીયુમાં  એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં […]

બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હવે વહિવટદારનું શાસન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતોની મુદત 11મી માર્ચના રોજ પૂર્ણ થતા તેમજ પંચાયતોની ચૂંટણીમાં વિલંબ થતા સરકાર દ્વારા તમામ તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે અને સામાન્ય ચૂંટણી ની તારીખ જાહેર થાય ત્યા સુધી વહીવટદાર નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ 11 માર્ચ ના […]

બનાસકાંઠાના માર્કેટયાર્ડમાં રાજગરાની જંગી આવક, અમેરિકા સહિત 11 દેશમાં ભારે ડિમાન્ડ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં દર વર્ષે બટાકા,જીરૂ અને કપાસ સહિતના પાકનું બમ્પર ઉત્પાદન થાય છે. ઘઉં, ચોખા સહિતના અનાજની સાથે રાજગરાનું પણ જંગી ઉત્પાદન થાય છે. બનાસકાંઠામાં અન્ય ધાન્યની સાથે રાજગરાનું પણ બમ્પર ઉત્પાદન થાય છે. એટલું જ નહીં આ રાજગરાની ડિમાન્ડ માત્ર ભારતમાં જ નહીં અમેરિકા સહિતના 11 દેશોમાં ભારે ડિમાન્ડ છે. ડિસા માર્કેટયાર્ડમાં રાજગરાની […]

બનાસકાંઠામાં કમોસની વરસાદ, રવિપાકને નુકશાનીની ભીતી, ખેડુતો ચિંતાતૂર બન્યાં

પાલનપુરઃ ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યો  છે. અને કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ પણ મળ્યા છે. ત્યારે બનાસકાંઠામાં શનિવારથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.  જિલ્લાના અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા,પાંથાવાડા સહિત દાંતીવાડા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ગત સમી સાંજે આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા. ગઈરાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં પાડ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code