1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં જુદા જુદા રોડ અકસ્માતોમાં ત્રણના મોત, પાલનપુર હાઈવે પર કાર અને બાઈક અથડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. છેલ્લા એકથી દોઢ દિવસમાં જુદા જુદા થયેલા રોડ અકસ્માતોમાં ત્રણના મોત થયાં હતા. જેમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભાભરના […]

બનાસકાંઠાના થરાદના આંતરોલની માઈનોર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા

પાલનપુરઃ જિલ્લાના થરાદના આંતરોલ માઇનોર કેનાલ-1 માં  મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં જીરુ રાયડા અને એરંડા જેવા તૈયાર પાકોને નુકશાન થયુ હતું.  ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, આંતરોલ માઈનોલ કેનાલ-1ની અધૂરી સાફસફાઈ અને  કેનાલનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાને કારણે વારંવાર ગાબડાં પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદ સહિતના વિસ્તારોને હાલ રવિ સીઝનમાં કેનાલ દ્વારા […]

બનાસકાંઠામાં વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ દુર કરવા પોલીસની ઝૂંબેશ

પાલનપુરઃ ગુજરાતમાં વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ છે, ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ પણ વાહનો પર લગાવી શકાતી નથી. આમ છતાં ધણાબધા વાહનચાલકો નિયમોનો ભંગ કરતા હોય છે. આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરીને કારમાં લગાવેલી બ્લેક ફિલ્મો દુર […]

ભાભરમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર ખાતે શ્રી ક્રિષ્ના ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ હતી.  આ યુવા શિબિરનાં વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તથા સરતાનભાઇ આર દેસાઈ હતા. અતિથિ વિશેષ તરીકે પૂજ્ય અશ્વિંગીરી બાપુ, જયરામદાસ બાપુ, અર્જનભાઈ કાનખડ, હાર્દિકભાઇ શાસ્ત્રી, વીણભાઈ શાસ્ત્રી, નારણભાઈ, બચાભાઈ આહીર વગેરે હાજર […]

અંબાજીમાં 12મીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

પાલનપુરઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા વિચારણા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન […]

બનાસકાંઠાના લાલાવાડા ખાતે અર્બુદા માતાજીના રજત મહોત્સવની ચાલતી ધૂમ તૈયારીઓ,

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના લાલાવાડા ખાતે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યોજાનારા અર્બુદા માતા રજત મહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. લાલાવાડા ખાતે તૈયાર થઈ રહેલી સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞની યજ્ઞ શાળામાં લીંપણની કામગીરી હાથ ધરાઈ હતી.જે કામગીરીમાં સમગ્ર જિલ્લામાં વસતા આજણા -ચૌધરી સમાજની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ હતી. અને પોતાનું શ્રમદાન […]

રવિ સીઝનના ટાણે રાત્રે વીજળી અપાતા ખેડુતોને કડકડતી ઠંડીમાં પાણી વાળવા જવું પડે છે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અનેક વિટંબણાનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં સિંચાઈની પુરતી સુવિધા ન હોવાથી ખેડુતો બોર અને કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. હાલ રવિ સીઝનમાં પાણીની જરૂરિયાત ઊબી થઈ છે, ત્યારે રાત્રે જ વીજળી આપવામાં આવી રહી છે. કડકડતી ઠંડીમાં ખેડુતોને રાત્રે પાળી વાળવા માટે જવું પડે છે.આથી ખેડુતોએ દિવસ દરમિયાન […]

બનાસકાંઠાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા ‘લક્ષ્યવેધ 5123’ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જીલ્લા દ્વારા  “લક્ષ્યવેધ 5124” જીલ્લા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ જીલ્લાના 419 ગામોમાંથી 5124 થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતાનું બૌદ્ધિક પોતાના ઉદબોધનમાં કહ્યું કે, સંઘની શાખામાં રાષ્ટ્રભક્તિના, દેશભક્તિના ગુણો નિર્માણ કરીને વ્યક્તિ નિર્માણનું કાર્ય કરવામાં […]

બનાસકાંઠાના કટાવધામ મંદિર ખાતે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

ડીસાઃ બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ કટાવધામ મંદિર ખાતે ત્રિદિવસીય શ્રીવિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ.પૂ સંતશ્રી ખાખીજી મહારાજની 113મી પુષ્ણતિથી નિમિત્તે 72 કલાકની અખંડ રામધૂનની સાથે નવનિર્મિત જાનકી ભોજનાલયમાં પ્રભુ પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલે શનિવારે સવારે 8.30 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે. આ ઉપરાંત સાયંપૂજન, થાળ અને આરતી સાંજના 6 કલાકે થશે. પોષ […]

બનાસકાંઠામાં રવિવારે યોજાનારી GPSCની પરીક્ષા 8979 વિદ્યાર્થીઓ 32 કેન્દ્રો પરથી આપશે

પાલનપુરઃ રાજ્યમાં આગામી રવિવારે જીપીએસસીની વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1-2ની પરીક્ષા યોજાશે. જેમાં બનાસકાંઠામાં 32 કેન્દ્રો પરથી 8979 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીને સરકારી અધિકારી બનવા માટેની આ પરીક્ષા મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ રાત-દિવસ પરીક્ષાની તૈયારીઓમાં લાગ્યા છે. જીપીએસસીની પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું છે.બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code