1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં બટાટાની નવી આવકનો પ્રારંભ, ગત વર્ષ કરતા ઉત્પાદન વધવાની શક્યતા

પાલનપુરઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે. બટાટાનો પાક તૈયાર થતાં ખેડુતો માલ વેચવા માટે માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં ચિક્કાર આવક થવા લાગશે. ગુજરાતમાં ચાલુ વર્ષે  બટાટાનું વાવેતર પાંચેક હજાર હેક્ટરમાં વધ્યું છે અને મોસમ પણ અનુકૂળ છે એટલે ગયા વર્ષ જેટલો કે તેનાથી વધારે પાક આવવાની […]

વાવના દેથળી માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડુતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યાં

પાલનપુરઃ બનાસકાંઠાના વાવના દેથળી માઇનોર 2 કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ  કર્યો હતો.  કે, અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ છલકાઈને  ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવની દેથળી માઇનોર 2 કેનાલમાં […]

બનાસકાંઠાના કાંકરેજમાં યુરિયા ખાતરની તંગી, ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં યુરિયાની કોઈ અછત નથી, ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળશે. જ્યારે કૃષિ વિભાગ દ્વારા એવી ટિપણી કરવામાં આવી છે કે, યુરિયાની અછતના ભયને લીધે ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે. દરમિયાન […]

બનાસકાંઠાના અમીરગઢની મોડલ કન્યાશાળા પાસે ગંદકીના ઢગલાં, ફરિયાદ છતાં કોઈ સાંભળતું નથી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં  આવેલી મોડેલ શાળાની કન્યા છાત્રાલયની પાછળ કચરાના ઢગલાઓ ખડકાયા છે. જેથી અભ્યાસ કરતા અને છાત્રાલયમાં રહેતા બાળકોને કોઈ બીમારી થવાની સંભાવના વધી છે. છતાં તંત્રના આંખ આડા કાન કરી રહ્યું છે વહેલી તકે કચરાના ઢગલાઓ હટાવી લેવા લોક માંગ ઉઠી છે. આ અંગે રજુઆતો પણ કરવામાં આવી છે, છતાં કોઈ સાંભળતુ […]

બનાસકાંઠામાં યુરિયા ખાતરની તંગી, અમીરગઢમાં ખેડુતોની લાંબી લાઈનો લાગી

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનના ટાણે જ યુનિયા ખાતરની એકાએક ખેંચ ઊભી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત સોમાસા દરમિયાન સારા વરસાદને લીધે પાણીના તળ પણ ઊચાં આવતા અને સિંચાઈની કોઈ અગવડ પડે તેમ ન હોવાથી ખેડુતોએ રવિપાકનું મોટાપાયે વાવેતર કર્યું છે. અને યુરિયા ખાતરની જરૂર પડતા ખેડુતો યુરિયા ખાતર મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા […]

ગુજરાત ચૂંટણી 2022: બનાસકાંઠામાં 150 કાર્યકરો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. બીજી તરફ નેતાઓ અને કાર્યકરોમાં પક્ષપલ્ટો કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ટીકીટ નહીં આપતા અને નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન બનાસકાંઠામાં ભાજપમાં ભંગાણ પડ્યું છે અને 150થી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, બનાસકાંઠની […]

બનાસકાંઠામાં ચૂંટણીને લીધે હવે લગ્નના વરઘોડા અને ડીજે વગાડવા તંત્રની મંજુરી લેવી પડશે

પાલનપુરઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ સમયગાળા દરમિયાન લગ્નગાળાની સીઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠશે. રાજ્યામાં 24 નવેમ્બરથી લગ્નગાળાની શરૂઆત થઈ રહી છે. જે 14 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લીધે લગ્નમાં વરઘોડા યોજવા અંગે વહીવટી તંત્ર દ્વારા જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા છે. તે […]

બનાસકાંઠાના થરાદ તાલુકામાં રાસાયણિક ખાતરની અછતથી ખેડુતો પરેશાન, આંદોલનની ચીમકી

પાલનપુરઃ  જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ઇફકો ખાતરની અછત જોવા મળી હતી. જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઇફ્કો કંપની રાસાયણિક ખાતરમાં ઉત્તર ગુજરત સાથે ઓરમાયું વર્તન કરતી હોવાનો  આક્ષેપ ખેડુતો દ્વારા કરવામાં આવી રહ્યો હતા. ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરના આપતા ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ હજારો ટન રાસાયણિક ખાતરનો […]

બનાસકાંઠામાં પંચાયતના બે રસ્તાના કામો વન વિભાગની મંજુરીના અભાવે 5 વર્ષથી અધૂરા

પાલનપુરઃ રાજ્ય સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે ઘણીવાર વિકાસના કામો ખોરંભે પડતા હોય છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જુદા જુદા બે રોડ છેલ્લા પાંચ છ વર્ષથી બનતા નથી. વન વિભાગની મંજૂરીના અભાવે અમીરગઢના ગઢડાથી નાનીઆવલ જતો અને મુમનવાસથી પાણીયારી રોડને નિર્માણ કાર્ય માટે મંજૂરીની દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ છે. બંને રોડ પાંચ […]

બનાસકાંઠાના સરહદી તાલુકાના 22 ગામોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લાના ગામના ખેડૂતો અને લોકોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી જિલ્લાના 22 જેટલા ગામમમાં આગામી દિવસોમાં નર્મદાના પાણી પહોંચશે. જેથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ અને સુઇગામ તાલુકાના 22 જેટલા ગામોમાં હવે નર્મદાનું પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code