1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠાના અરણીવાડા ગામે ગૌચરની જમીન મામલે બે જૂથ બાખડી પડતા 3નાં મોત, 6 ઘવાયા

પાલનપુર બનાસકાંઠાના કાંકરેજના ઉંબરી અને અરણુંવાડા ગામના બે સમાજના જુથો ગૌચરની જમીનના મામલે મનદુઃખ થયા બાદ બાખડી પડ્યા હતા. આ જૂથ અથડામણમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.અને અડધો ડઝન લોકો ઘવાયા હતા.  જૂથ અથડામણને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કાંકરેજનું ઉંબરી અને અરણુંવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગામમાં […]

બનાસકાંઠા જિલ્લામાં નદીઓ પર વધુ ચેક ડેમ બનાવીને ભૂગર્ભ જળ ઊંચા લાવવા ખેડૂતોની રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠામાં દર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે. ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે બનાસ સહિત નદીઓ પર વધુને વધુ ચેક ડેમ બનાવવામાં આવે તેમજ હાલ બનાસનદીમાં પાણી છોડવામાં આવે તેવી ખેડુતો માગ કરી રહ્યા છે. કાંકરેજ સહિતના વિસ્તાર ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. […]

બનાસકાંઠામાં ગ્રામ પંચાયતો પર પ્લોટ્સની હરાજી કરવા સામે મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ગામ તળના પ્લોટોની હરાજીમાં ભારે ગેરરીતિની અંગેની ફરિયાદો ઉઠતા વર્ષ-2017-18 માં પ્લોટ વેચાણ ન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. અને જિલ્લા પંચાયત કચેરી દ્વારા પ્લોટ હરાજી સ્થગિત કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આમ વર્ષોથી ગામડાંઓમાં પ્લોટોની હરાજી થઈ શકતી નહતી. આ અંગે સરપંચો દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે હવે ગાંમડાઓમાં […]

બનાસકાંઠામાં એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવથી પાક નિષ્ફળ જવાની દહેશત, ખેડુતો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં એરંડાના પાકમાં ઈયળોના ઉપદ્રવને કારણે ખેડુતો પરેશાન બન્યા છે, સૌથી વધુ વાવ તાલુકામાં એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે. વાવના કેટલાક ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં ચોમાસામાં વાવેલાં એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળો પડતા ખેડૂતોને મોટી સમસ્યા ઊભી થઈ છે. તેમજ ખેડૂતોની મહેનત નિષ્ફળ જાય તેવી ચિંતા સતાવી રહી છે. ત્યારે સરકાર […]

બનાસકાંઠાઃ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલના બદલે વિદ્યાર્થીઓમાં સરકારી સ્કૂલમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી કંટાળીને વાલીઓ પણ હવે પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વર્ષે 2021-22માં ધો 2થી 8માં અભ્યાસ કરતા 3089 બાળકોએ ખાનગી શાળાને છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય […]

બનાસકાંઠામાં લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા ખરીફપાકને મળ્યું જીવનદાન

પાલનપુરઃ રાજ્યમાં શનિવારે ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે, જેને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ […]

બનાસકાંઠામાં જમીન સંપાદનમાં ઓછું વળતર મળતા ખેડુતોએ રેલી યોજીને કલેક્ટરને આપ્યુ આવેદન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહિત અનેક સમસ્યાઓને લઈને કાંકરેજ  અને દિયોદર તાલુકાના 27 ગામોના 1500 જેટલા ખેડૂતોએ પાલનપુરમાં બેનરો અને સૂત્રોચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું અને એવી રજુઆત કરી હતી કે જો ખેડુતોની માંગો નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરાશે બનાસકાંઠાના […]

બનાસકાંઠામાં ડ્રોનની બાજ નજરથી ગેરકાયદે રેતી ભરેલા આઠ ડમ્પરો સીઝ કરાયા

પાલનપુરઃ રાજ્યમાં બનાસકાંઠામાં ખનીજચોરીનું સૌથી વધુ દુષણ છે. હવે ભૂસ્તર વિભાગે ખનીજચોરોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરતા બેરોકટોક ફનીજચોરી પકડાવવા લાગી છે. તાજેતરમાં ચેકિંગ કામગીરી દરમિયાન સિહોરીના અરણીવાડા ગામ નજીક ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 3 ટ્રેલર તેમજ 5 ડમ્પર પકડાયા હતા. તમામ રેતી ભરેલા વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગની કડક કામગીરીથી ફનીજચોરોમાં […]

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી […]

બનાસકાંઠાને લીલોછમ બનાવવા માટે વન વિભાગ દ્વારા 54.65 લાખ રોપાઓનું વિતરણ કરાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2004થી પ્રતિવર્ષ વન મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 73 માં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી 12 ઓગષ્ટ-2022ના સવારે-9.00 કલાકે બનાસ મેડિકલ કોલેજ મારિયા ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં 54.65 લાખ રોપાઓના ઉછેર થકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code